આજે ધનતેરસ, જાણો આખા ગુજરાતમાં કેટલું સોનું ખરીદાવાનો છે અંદાજ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Oct 2016 10:07 AM (IST)
1
2
ગયા વર્ષે ધનતેરસ પર સોનાના 10 ગ્રામના ભાવ 26,000 હતો
3
ચોક્સી મહાજનના પ્રેસિડેન્ટે પીયુશભાઇ ભણસાલી જણાવ્યું હતું કે, ધનતેરસના દિવસે શહેરમાં 250 કિલો સોનું વેચાશે. નવરાત્રી અને પુષ્પક નક્ષત્રમાં સોનાનું સારું વેચાણ થયું હતું અને આશા છે કે, તેવું વેચાણ ચાલુ રહેશે.
4
અમદાવાદઃ શુક્રવારે ધનતેરસના દિવસે સોનાના ભાવમાં 500 રૂપિયાનો વધારો થયો હતો. સોનાના 10 ગ્રામનો ભાવ 35,000 રૂપિયા થઇ ગયો છે. ગયા અઠવાડિયે સોનાનો ભાવ 30,000 રૂપિયા હતો. ધનતેરસના દિવસે જ્વેલર્સને સારો ધંધો થવાની આશા છે. ધનતેરસના દિવસે અંદાજે 250 કિલો સોનું વેચાવાની શક્યતા જ્વેલર્સ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.