અમદાવાદઃ ફરી એક વખત શિક્ષકની બર્બરતા સામે આવી, ટ્યૂશન જતા કેજીના વિદ્યાર્થીને માર માર્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Nov 2016 07:38 AM (IST)
1
અમદાવાદઃ અમદાવાદના નરોડા વિસ્તારમાં એક માસુમ વિદ્યાર્થીને માર મરાતા શિક્ષિકાની બર્બરતા સામે આવી છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં ટ્યુશન જતા કેજીના વિદ્યાર્થીને શિક્ષિકાએ માર મારતા વિદ્યાર્થીના શરીર પર ઉઝરડા પડી ગયા છે.
2
3
મહત્વની વાત એ છે કે જે શિક્ષીકાએ વિદ્યાર્થીને માર માર્યો છે, તે જ તેની શાળાની વર્ગ શિક્ષિકા પણ છે. વિદ્યાર્થીના માતા-પિતાનો આરોપ છે કે 16મી નવેમ્બરે તેમના બાળકને સામાન્ય બાબતે માર માર્યો હતો, જે બાદ વિદ્યાર્થીને પિડા થતા સિવીલ હોસ્પિટલ તપાસ માટે લાવવામાં આવ્યો. વિદ્યાર્થીના માતા-પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં શિક્ષિકા સામે ફરિયાદ પણ નોઁધાવી છે.