અમદાવાદઃ વિદ્યાર્થિનીને કારમાં ફરવા લઇ જઈ શિક્ષકે કરી છેડતી, અન્ય બે વિદ્યાર્થિનીની પણ તે જ દિવસે થઈ છેડતી
વિદ્યાર્થિનીનો આક્ષેપ છે કે બંનેએ સાથે મળીને વિદ્યાર્થિનીને શાળામાંથી રજા લેવડાવી પહેલાં બાઈક પર અને પછી કારમાં લાંભા બાજુ લઈ ગયા હતા. જ્યાં તેની સાથે શારીરિક છેડતી કરવામાં આવી હતી. મંગળવારે બનેલી આ ઘટનામાં વિદ્યાર્થિની અને શિક્ષક ગાયબ રહેતા પ્રિન્સિપાલે શિક્ષકને ફોન કરી બોલાવી લેતા મોટી ઘટના ઘટતી રહી ગઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલ તો સમગ્ર મામલો ક્યાંક દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કેમ કે જ્યારથી ઘટના બની ત્યારથી જ શિક્ષકને દૂર કરી દેવાયો છે. જેથી મામલો વધુ ગરમાય નહીં. હાલ તો મીડિયામાં વાત ધ્યાને આવતા સમગ્ર મામલો દાણીલીમડા પોલીસ સ્ટેશન પર પહોંચ્યો છે. જ્યાં વિદ્યાર્થિની, પ્રિન્સિપાલ અને વાલીઓની પૂછપરછ શરૂ કરાઇ છે.
આ ઘટનાથી ધોરણ-8માં ભણતી વિદ્યાર્થિની એટલી ગભરાઈ ગઈ કે તેણે ઘટનાની કોઈને જાણ કરી ન હતી. જોકે અન્ય લોકો દ્વારા સમગ્ર ઘટના સામે આવતા આજે વહેલી સવારે વિદ્યાર્થિનીના વાલી શાળા પર પહોંચી ગયા હતા અને શિક્ષક સામે વિરોધ દર્શાવ્યો હતો.
જોકે શાળાના પ્રિન્સિપાલને ઘટનાનો ખ્યાલ આવી જતા તાત્કાલિક ધોરણે શિક્ષક દિગ્વિજય મકવાણાની શાળામાંથી બદલી કરી નાખી હતી. જ્યારે ઘટનાની જાણ સ્થાનિક કોર્પોરેટરને થતા તેઓ તરત શાળા પર પહોંચી ગયા અને ઘટનાની વિગતો મેળવી હતી. જે રીતે સમગ્ર ઘટના બાદ શિક્ષકની કોઈને જાણ બહાર બદલી કરી દેવામાં આવી તેને લઈને કોર્પોરેટરે નારાજગી વ્યક્ત કરી યોગ્ય તપાસ માટે માગ કરી છે.
અન્ય બે ધોરણ-6માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓનો આક્ષેપ છે કે શિક્ષક દિગ્વિજય મકવાણાએ તેઓને કબાટમાંથી ફાઇલ કાઢવાનું કહીને બાદમાં તેમના શરીરના ભાગે સ્પર્શ કરીને છેડતી કરી હતી. બંને ઘટના મંગળવારે જ બની હોઈ તેવું વિદ્યાર્થિનીઓનું જણાવંવું છે. જોકે, ત્યારે ભયના મારે વિદ્યાર્થિનીઓએ કોઈને જાણ થવા દીધી ન હતી.
અમદાવાદઃ શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. ચંડોળા વિસ્તારમાં આવેલ સરકારી શાળામાં ભણતી એક બે નહીં પણ ત્રણ ત્રણ વિદ્યાર્થિનીઓ સાથે તે જ શાળાના શિક્ષક પર છેડતીનો આક્ષેપ લગાવ્યો છે. વિદ્યાર્થિનીનો આક્ષેપ છે કે તેની જ શાળાના શિક્ષક દિગ્વિજય મકવાણા અને પ્રવાસી તરીકે ફરજ બજાવતા શિક્ષક હેમુભાઈએ સાથે મળી તેમની શારીરિક છેડતી કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -