✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ દીકરાને જન્મ નહીં આપતાં મુસ્લિમ યુવકે પત્નિને 3 પુત્રી સાથે તગેડી, ક્યાં મહિલા પોલીસ અધિકારીએ ઉઠાવ્યો ભણવાનો ખર્ચ, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Mar 2017 02:11 PM (IST)
અમદાવાદઃ દીકરાને જન્મ નહીં આપતાં મુસ્લિમ યુવકે પત્નિને 3 પુત્રી સાથે તગેડી, ક્યાં મહિલા પોલીસ અધિકારીએ ઉઠાવ્યો ભણવાનો ખર્ચ, જાણો
1

તદુપરાંત પુખરાજબાનુને ભવિષ્યમાં કોઇની સામે હાથ ફેલાવવો ના પડે તે માટે બ્યુટી પાર્લરનો કોર્સ શીખવાડીને તેને નોકરી પણ આપવામાં આવશે. ખુશ્બૂ શેખે જણાવ્યું છે કે મારી અધ્યાપક થવાની ઇચ્છા હતી અને અમને ઘરમાંથી કાઢી મૂક્યાં. અમે ત્રણેય બહેનોએ પિતાના પગ પકડી લીધા, પરંતુ તેઓ માન્યા નહીં અને અમારું ભવિષ્ય બરબાદ કરી દીધું.

2

મંજીતા વણઝારાએ જણાવ્યુ છેકે ત્રણેય બાળકીઓ હોશિયાર છે અને તેમના પિતાનાં કરતૂતોના કારણે તેમનું ભવિષ્ય બગડી શકે છે, માટે તેમના ભણતરનો તમામ ખર્ચ અમે ઉપાડીશું. દરિયાપુર વિસ્તારમાં ઇંગ્લિશ મિડિયમમાં તેમના એડ‌િમશન માટેની વાત પણ કરી લીધી છે. મારા પતિ અને મિત્ર પણ બાળકોના ઉજ્જવળ ભવિષ્યમાં સહયોગ આપશે.

3

ખુશ્બૂની નાની બહેન શમીહા અને ઝેબા પણ ભણવામાં હોશિયાર છે, જોકે તેઓ પણ સ્કૂલમાં પરીક્ષા આપી શક્યાં નહીં. પિતાના કારણે ત્રણેય બાળકીઓનું એક વર્ષ બરબાદ થઇ ગયું છે. એસીપી મં‌જિતા વણઝારા તેમના પતિ રાજેન્દ્ર નાઇક અને તેમના મિત્ર પવન જૈને ત્રણેય બાળકીઓના ઉજવણ ભવિષ્યની જવાબદારી લીધી છે.

4

સમગ્ર ઘટનાની જાણ એફ ડિવિઝનના એસીપી મં‌જિતા વણઝારાને થતાં તેમણે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં પતિ અને અન્ય એક વ્યકિત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. પુખરાજબાનુએ જણાવ્યું છે કે ત્રણેય પુત્રીઓનાં ઉજ્જ્વળ ભવિષ્ય બને તે માટે તેમને બરોડા ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં મૂકી હતી. પિતાએ સ્કૂલમાં 20 હજાર રૂપિયા ફી નહીં ભરતાં સ્કૂલમાં તેઓ પરીક્ષા આપી શક્યાં નહીં, જેના કારણે તેમનું એક વર્ષ બરબાદ થયું છે. પુખરાજબાનુની સૌથી મોટી પુત્રી ખુશ્બૂ શેખ ધોરણ-10માં 81 ટકાથી પાસ થઇ હતી.

5

કાલુપુરમાં મોલની પોળમાં રહેતી પુખરાજબાનુનાં લગ્ન બરોડાની મુનશીનગર કોલોનીમાં રહેતા શાહનવાઝ સમસુદ્દીન શેખ સાથે થયાં હતાં. લગ્ન બાદ પુખરાજબાનુએ ત્રણ પુત્રીને જન્મ આપ્યો હતો. પુત્રની ઘેલછા રાખનાર શાહનવાઝ શેખ ત્રણ પુત્રીના જન્મથી નાખુશ થયો હતો અને પુખરાજબાનુ સાથે મારઝૂડ કરવા લાગ્યો હતો. પતિની પુત્રપ્રાપ્તિની ઇચ્છા પૂરી કરવા માટે પુખરાજ ચોથી વખત ગર્ભવતી બની હતી, જોકે શાહનવાઝે તેનું ગર્ભપરીક્ષણ કરાવતાં તેના ગર્ભમાં પુત્રી હોવાનું જાણીને ફરજિયાત ગર્ભપાત કરાવીને તેને ઘરમાંથી કાઢી મૂકી હતી.

6

અમદાવાદઃ પુત્રની ઘેલછામાં પતિએ તરછોડેલી ત્રણ બાળકીઓને ભણાવવાની જવાબાદરી મહિલા એસીપી મંજીતા વણઝારા અને તેમના પતિએ લીધી છે. ત્રણ પુત્રીઓને જન્મ આપનાર પત્નીના ગર્ભમાં પુત્રી હોવાનું જાણીને પતિએ ફર‌જિયાત ગર્ભપાત કરાવીને ઘરમાંથી કાઢી મૂકવાના ચકચારી કિસ્સામાં ત્રણ બાળકીઓને ભણાવવાની જવાબદારી એસીપીએ લીધી છે.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ દીકરાને જન્મ નહીં આપતાં મુસ્લિમ યુવકે પત્નિને 3 પુત્રી સાથે તગેડી, ક્યાં મહિલા પોલીસ અધિકારીએ ઉઠાવ્યો ભણવાનો ખર્ચ, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.