✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આજે પણ ક્યાં ક્યાં વાપરી શકશો 500-1000 રૂપિયાની જૂની નોટો? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Nov 2016 10:19 AM (IST)
1

સરકાર હસ્તકની કંપનીઓમાં તમારા બાકીના ભરવાના થતાં નાણા ચૂકવવામાં તમે રૂપિયા 500 અને 1000 રૂપિયાની નોટનો ઉપયોગ કરી શકો છો. ટેક્સ સહિતની રકમ તમે આ રીતે ભરી શકો છો. સરકારે સરકારી અને કોર્પોરેટ દૂધ સેન્ટર પર 500 અને 1000 રૂપિયાની નોટો લેવાનો આદેશ કર્યો છે. આથી તમે ત્યાંથી પણ 500 અને 1000 રૂપિયાની નોટ આપીને દૂધ ખરીદી શકો છો.

2

તમે હવાઇ મુસાફરી કરતાં હોય તો ત્યાં પણ તમે રૂપિયા 500 અને 1000 રૂપિયાની નોટ આજે રાત સુધીમાં વાપરી શકો છો. જોકે, આ તમામ સેવાઓ આજે રાતે 12 વાગ્યા સુધી જ ઉપલબ્ધ રહેશે. આ પછી તમારે ફરજિયાત પણ નોટ બેંકમાં જમા કરાવવી પડશે.

3

એસટી બસમાં તમે મુસાફરી કરતાં હોય તો ત્યાં પણ તમે રૂપિયા 500 અને 1000 રૂપિયાની નોટ વટાવી શકો છો. જોકે, નોટો બંધ થયા પછી એસટી બસોમાં પણ કંડક્ટરો પાસે છૂટા ન હોવાથી માથાકૂટ જોવા મળી હતી. ભારત સરકારે રેલવે સ્ટેશન પર 500 અને 1000 રૂપિયાની નોટ લેવાની છૂટ આપી છે. આથી તમે 500 અને 1000 રૂપિયાની નોટથી ટિકિટ ખરીદવામાં ઉપયોગ કરી શકો છો.

4

સરકારે હોસ્પિટલોમાં પણ 500 અને 1000 રૂપિયાની નોટો સ્વીકારવાનો આદેશ કર્યો છે. આથી તમે તમારી 500 અને 1000 રૂપિયાની નોટો હોસ્પિટલમાં દાખલ થયા હોય, તો ત્યાં વાપરી શકો છો. આ સાથે સાથે તમે મેડકલ સ્ટોર પરથી પણ દવાની ખરીદી કરી શકો છો.

5

ભારત સરકારે આપેલી રાહત પ્રમાણે તમે આજે રાતે 12 વાગ્યા સુધી પેટ્રોલપંપ પર રૂપિયા 500 અને 1000 રૂપિયાની નોટો આપીને પેટ્રોલ ભરાવી શકો છો. પેટ્રોલપંપ પર નોટો લેવાની જાહેરાત થયા પછી ત્યાં પણ અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. પેટ્રોલપંપ સંચાલકો પાસે 100ની નોટો ન હોવાથી તેમણે જેટલા રૂપિયા છે, તેટલું પેટ્રોલ ભરાવવાનો આગ્રહ કર્યો હતો. જોકે, અત્યારે સ્થિતિ નિયંત્રણમાં છે.

6

અમદાવાદઃ ભારત સરકારે રાતોરાત રૂપિયા 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો બંધ કરી દેતા અફરા-તફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેવી જાહેરાત કરી કે, રાતના 12 વાગ્યાથી આ નોટો નહીં ચાલે કે તરત જ લોકો દોડતાં થઈ ગયા હતા. લોકોની પારાવાર મુશ્કેલી જોઇને સરકારે 11 તારીખ સુધી અમૂક જગ્યાએ આ નોટો લેવાની છૂટછાટ આપી છે. આગળ વાંચો ક્યાં ક્યાં આજે પણ વાપરી શકો છો 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો?

  • હોમ
  • અમદાવાદ
  • આજે પણ ક્યાં ક્યાં વાપરી શકશો 500-1000 રૂપિયાની જૂની નોટો? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.