✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કરી જાહેરાત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Jun 2017 11:21 AM (IST)
ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કરી જાહેરાત
1

અમદાવાદ : હાલ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજ્યના અન્ય ભાગોમાં વરસાદી માહોલ છે ત્યારે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરતા તંત્ર સાવધાન થઇ ગયું છે.

2

અમદાવાદ સહિત રાજ્યમાં ફરી એકવાર તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયુ વાતાવરણ અને ગુજરાત પ્રદેશ સૌરાષ્ટ્ર કચ્છના વરસાદના પરિણામ સ્વરુપે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. તીવ્ર ગરમીથી લોકોને રાહત મળી છે. મહત્તમ તાપમાન નીચે મુજબ રહ્યા હતા.

3

અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષણિ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાવાની શકયતા છે. આ સિવાય રાજયના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ ચાલુ રહેશે.

4

ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર, દિવ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં હાલ વરસાદી માહોલ અકબંધ રહેતા તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

  • હોમ
  • અમદાવાદ
  • ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કરી જાહેરાત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.