શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી
કોંગ્રેસના અશ્વિન રાઠોડે હાઇકોર્ટ સમક્ષ પિટિશન કરી એવી રજૂઆત કરી હતી કે, ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 327 મતે વિજયી બન્યા છે. જોકે આ ચૂંટણીમાં જીત માટેના મહત્વના 429 જેટલા પોસ્ટલ બેલેટને ચૂંટણી અધિકારીએ રદ કર્યા હતા. જો તે રદ કરવામાં ન આવ્યા હોત તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જીતી શક્યા ન હોત.
ચૂંટણી પંચની સૂચના પ્રમાણે ઇવીએમના મતોની ગણતરી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવી ફરજિયાત છે, તેનું પાલન કરવામાં આવ્યું ન હતું. જ્યારે ઇવીએમમાં બંને ઉમેદવારો વચ્ચે નજીવો તફાવત હોવાને કારણે પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી હતી.
અમદાવાદ: શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પિટિશન પર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે. કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે ભૂપેન્દ્રસિંહને ગેરલાયક ઠેરવવા પિટિશન કરી છે. આ અરજી સામે ચુડાસમાએ સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી.