હાર્દિકના ઉપવાસનો આજે 18મો દિવસ, આજે કયા દિગ્ગજ નેતા લેશે મુલાકાત?
અત્યાર સુધીમાં હાર્દિક પટેલને ભાજપના નેતા અને સાંસદ શત્રુઘ્ન સિંહા, યશવંત સિંહા, નાના પટોળે, જનતાદળના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવ સહિત અનેક દિગ્ગજ નેતાઓ મળી ચૂક્યા છે. એટલું જ નહીં, શિવસેનાએ પણ પત્રકાર પરીષદ કરીને હાર્દિકને સમર્થન જાહેર કરેલું છે. ઉપરાંત ગુજરાત કોંગ્રેસે તો તેને અગાઉથી જ સમર્થન આપેલું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: હાર્દિક પટેલના ઉપવાસનો આજે 18મો દિવસ છે. ત્યારે આજે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત તેની મુલાકાત લેવાના છે. હાર્દિકે ઉપવાસ શરૂ કર્યા પછી અનેક દિગ્ગજ નેતાઓ હાર્દિક પટેલની મુલાકાત લઈ ચૂક્યા છે અને પોતાનું સમર્થન જાહેર કરી ચૂક્યા છે.
હાર્દિકે ગઈકાલે તેના ભાઈ રવિને છાવણીમાં આવતા રોકતા રોષે ભરાયો હતો અને પોલીસને તતડાવી નાંખી હતી. નોંધનીય છે કે, હાર્દિક પાટીદારોને અનામત, ખેડૂતોની દેવા માફી અને અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ મામલે 18 દિવસથી ઉપવાસ પર ઉતર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -