'વિજય ગુંડો છે અને રોજ નવી નવી છોકરીઓને ફસાવે છે, તું બેટા આનાથી અલગ થઈ જા'
યુવતીનો આક્ષેપ છે કે, હું બીમાર હોય તો પણ મારી પાસે આવે છે અને મારા પર શક કરે છે. મને એકલી ક્યાંય જવાનું નહીં કરીને જાણે નજરકેદ કરી લીધા હોય તેવી મારી લાઇફ થઈ ગઈ છે. મારા બધા ફ્રેન્ડસર્કલ અને સંબંધીઓને અમારા સંબંધની ખબર હતી. બધા જ મને વિજયના નામથી ચીઢવતા હતા. વિજયે આ પહેલા પણ ઘણી બધી છોકરીઓ સાથે સંબંધો બાંધેલા છે. તેનું નામ ખૂબ જ બદનામ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરમિયાન વિજય મારા ઘરની સામે આવી ગયો અને ત્યાં બુમો પાડવા માંડ્યો. મેં તરત જ મમ્મીના ફોનમાંથી કહ્યું કે, તમે શાંતી રાખો. હું તમને પછી ફોન કરું છું. તમે અત્યારે જાવ. મારા પપ્પાએ મને લાફો માર્યો અને મારો ફોન લઈ લીધો, તે માટે વિજય દિવાળીની રાતે ડી.જે. પાર્ટી અને તેના બધા મિત્રો લઈને અમારા ઘરની બહાર રાત્રે ત્રણ વાગ્યા સુધી ફટાકડા ફોડ્યા અને મારા પિતાને ખૂબ જ ગંદી ગાળો આપી. મને જોરથી આઇ લવ યુ .... કરીને બૂમો પાડી અને મને મેસજ કરીને કહ્યું કે, મારે તારા બાપને મારવો છે. આથી હું ખૂબ ગભરાઈ ગઈ અને મારો ફોન બંધ કરી દીધો.
અમદાવાદઃ મૂળ ઉનાની અને અત્યારે અમદાવાદમાં રહીને જોબ કરતી એક યુવતીએ ભાજપના નેતાના પુત્ર પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, યુવતીનો આરોપ છે કે, ભાજપના નેતોનો પુત્ર વિજય રાઠોડ તેને મોઢા પર એસિડ ફેંકવાની અને તેના અશ્લીલ ફોટા ફેસબૂક પર મૂકીને બદનામ કરવાની ધમકી આપે છે. અત્યારે આ યુવતી અમદાવાદમાં છે અને તે ભયના માહોલમાં રહી હોવાનું જણાવી રહી છે. ત્યારે યુવતીએ ગઈ દિવાળીની રાતે તેના ઘર પાસે વિજયે મોડી રાત સુધી હોબાળો મચાવ્યો હોવાનો અને તેના પિતાને મારી નાંખવાની ધમકી આપ્યોનો પણ આક્ષેપ લગાવ્યો છે.
યુવતીનો આક્ષેપ છે કે, વિજય અને તેના પિતા માથાભારે છે અને તે લોકો મારા પરિવારને હેરાન ન કરે તેના કારણે હું ચુપચાપ બધુ સહન કરતી હતી. જોકે, મારા પિતાને આ વાતની ખબર પડી જતાં તેમણે મને કહ્યું કે, વિજય ગુંડો છે અને રોજ નવી નવી છોકરીઓને ફસાવે છે, તું બેટા આનાથી અલગ થઈ જા. મેં મારા પપ્પાને કહ્યું કે, વિજય પાસે મારી વીડિયો ટેપ છે. આ પછી મારા પપ્પાએ મારી પાસેથી મારો ફોન લઈ લીધો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -