'હું રેંજ આઇજી છું, ધારું એ કરું, તારા આખા કુટુંબને જેલમાં ધકેલી દઇશ...'
હિમ્મતનગરઃ રાજકોટ રેન્જ આઇજી ડી.એન. પટેલ, તેમના પત્ની સહિત સાત લોકો સામે તેમની જ પુત્રવધૂએ ફરિયાદ નોંધાવી છે. તેમના પુત્રવધૂ હિરલ પટેલે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હિરલે કરેલી ફરિયાદમાં જણાવાયું છે કે, મારા સસરાએ ધમકી આપી હતી કે, હું રાજકોટ રેન્જ આઇજી છું. ધારુંએ કરુ અને તારા પરિવારને જેલના સળીયા ભેગા કરી દઉ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગે હિરલે કરેલી ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે, ગત 14મી સપ્ટેમ્બરે વડાલી સ્થિત ઘરે હતા, ત્યારે સવારે લગભગ 11 વાગ્યે ઝઘડો કરવાના ઇરાદાથી મારા સાસુ-સસરા અમારા ઘરે આવ્યા હતા અને મારા સસરાએ જોરથી બુમ પાડીને કહ્યું હતું કે, હિરલ ક્યાં છે? અમારે હિરલને લઈ જવાની નથી. તેમજ મારા દીકરાના બીજા લગ્ને અમે ઇશ્વરભાઈ કાળાભાઈ(રહે-રોઘરા, ખેડબ્રહ્મા)ની છોકરી પારુલ સાથે કરી દીધા છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી રોહિત સાથે જ ગાંધીનગરમાં રહે છે.
ફરિયાદમાં જણાવાયું છે કે, રેંજ આઇજીએ ધમકી આપી હતી કે, હવે તમારાથી થાય તે કરી લો. મારા દીકારના બીજા લગ્ન હિરલને છૂટાછેડા આપ્યા વગર કરી દીધા છે. હું હાલમાં રેન્જ આઇજી છું. જેથી હું ધારું તે કરું અને તને તથા તારા પરિવારને જેલના સળીયા ભેગા કરી દઉ, તેમ કહી ઉગ્ર બોલાચાલી થયેલી તે સમય અમારા ઘરે મારા કાકા ઋતુરાજભાઈ તથા મારા કાકી તેમજ હું અને મારા દાદા ડાહ્યાભાઈ તથા મારા સગા રાજુભાઈ હાજર હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -