અમેરિકામાં રહેતી યુવતી FBના માધ્યમથી 8 વર્ષ નાના યુવક સાથે પડી પ્રેમમાં, નવસારી આવી 15 દિવસ માણ્યું સેક્સ, પછી અચાનક શું કર્યું ?
34 વર્ષની પરીણિતા 15 દિવસ સુધી યુવક સાથે પત્નિની જેમ રહી હતી અને બંનેએ તમામ મર્યાદા વટાવી દીધી હતી. યુવતીના પ્રેમમાં પાગલ યુવકે પછી પરણવાની વાત કરતાં જ અચાનક યુવતી અમેરિકા જતી રહી અને યુવક સાથેના તમામ સંપર્કો કાપી નાખતાં પ્રેમમાં પાગલ યુવકે આપઘાત કરવાની કોશિશ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ ફેસબુકના માધ્યમથી અમેરિકામાં રહેતી પોતાનાથી 8 વર્ષ મોટી નવસારીની પરીણિતાના પ્રેમમાં પડેલા અમદાવાદના યુવકે આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી છે. ફેસબુક પર પ્રેમ પાંગરતાં આ પરીણિતા નવસારી આવી હતી અને 15 દિવસ સુધી તેણે પોતાનાથી નાના યુવક સાથે કામલીલા ખેલીને સેક્સ સંબંધ બાંધ્યા હતા.
બીજી તરફ અમેરિકામાં યુવતીના પતિને આ વાતની જાણ થતાં તે પણ આઘાત પામી ગયો હતો. યુવતીએ તેની સામે પોતાના સંબંધોની કબૂલાત કરીને કહી દીધું કે, ભવિષ્યમાં પણ આવું થઈ શકે. પોતાનાં સંતાનોના કારણે ચિંતિત પતિ અત્યારે તો પત્નિને સમજાવવામાં પડ્યો છે.
યુવતીએ પ્રેમીને બોલાવ્યો ત્યારે પોતે તેની સાથે લગ્ન કરશે તેવું કહ્યું હતું તેથી યુવકે લગ્નની વાત કરી પણ યુવતી એ વાતને ટાળી દેતી. પંદર દિવસની કામલીલા પછી યુવકે લગ્ન મુદ્દે સ્પષ્ટતા માગી ત્યારે યુવતી અચાનક જ બેગ લઈને અમેરિકા જતી રહી ને સંપર્ક કાપી નાંખતો યુવકે આપઘાતનો પ્રયાસ કરી નાંખ્યો.
નવસારી આવીને તેણે તરત પોતાના પ્રેમીનો સંપર્ક કર્યો અને તેને નવસારી બોલાવ્યો. નવસારીમાં તેણે પ્રેમી સાથે સેક્સ માણ્યું અને પ્રેમીને ત્યાં જ મકાન અપાવી રહેવા મનાવી લીધો. એ પછી 15 દિવસ સુધી યુવતી યુવક સાથે પત્નિની જેમ જ રહી. બંને આખો દિવસ કામલીલા કરતાં અને મજા કરતાં હતાં.
આ ઘટનાની વિગત એવી છે કે નવસારીના લુન્સી કુઈ વિસ્તારમાં રહેતા ધનાઢ્ય પરિવારની દીકરીનાં લગ્ન અમેરિકાના યુવક સાથે થયાં હતાં. યુવતીનો પતિ અમેરિકામાં સ્ટોર ધરાવે છે. તેની સાથે યુવતી આરામથી રહેતી હતી ને એ દરમિયાન તેને બે સંતાનો પણ થયાં. તેનું દામ્પત્ય જીવન સારૂં હતું ત્યાં ફેસબૂકે હલચલ કરી દીધી.
34 વર્ષની યુવતીને ફેસબુકના માધ્યમથી અમદાવાદના 26 વર્ષના યુવક સાથે સંપર્ક થયો ને ધીરે ધીરે બંને નજીક આવતાં ગયાં. પહેલાં પ્રેમની વાતો થતી પણ ધીરે ધીરે ફેસબુકના માધ્યમથી ને એકદમ અંગત કહી શકાય તેવી વાતો પણ કરવા લાગ્યાં. તેના કારણે યુવતીને પ્રેમીને મળવાની ઈચ્છા થઈ તેથી તે કોઈ બહાને ભારત આવી ગઈ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -