નરેન્દ્ર પટેલના એક કરોડ આપવાના આક્ષેપ પર વરુણ પટેલે શું કર્યો વળતો આક્ષેપ? જાણો
તેમણે કહ્યું હતું કે, તપાસમાં હું દોષી સાબિત થયું તો જેલ જવાં માટે પણ તૈયાર છે. વરૂણે કહ્યું હતું કે આ તમામ ષડયંત્ર કોગ્રેસનું છે. નરેન્દ્ર પટેલે ભાજપ પર 1 કરોડ રૂપિયા આપવાનો આક્ષેપ લગાવતાં કહ્યું હતું કે મને 10 લાખ પહેલા આપ્યા અને 90 લાખ પછી આપવાની ચર્ચા કરી ભાજપ પર આક્ષેપો કર્યા હતો.
નરેન્દ્ર પટેલે કહ્યું હતું કે, રૂપિયાથી મને કોઈ ખરીદી શકશે નહીં અને હું પાટીદારની સાથે જ રહીશ. ભવિષ્યમાં ક્યારેય ચૂંટણી લડવાનો મોકો મળશે તો સામજની ઇચ્છા મુજબ તે પણ કરવા તૈયાર છું. બીજી તરફ વરુણે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજની આંખ ખુલી ગઈ છે હવે તે ભાજપને સાથ આપશે અને ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બનશે.
અમદાવાદ: ગઈ કાલે મોડી રાત્રે નરેન્દ્ર પટેલે ભાજપ પર રૂપિયા એક કરોડ આપવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, વરૂણે નરેન્દ્ર પટેલના તમામ આક્ષેપો નકાર્યા હતા. એટલું જ નહીં તેણે કહ્યું હતું કે, નરેન્દ્ર પટેલે મારા પર 1 કરોડ રૂપિયા આપવાનો આક્ષેપ કર્યો છે તો નરેન્દ્ર પટેલ અને કોંગ્રેસ મળીને મારી વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી શકે છે.