ભાજપના નેતા જંયતિ ભાનુશાળીના સેક્સકાંડમાં પીડિતાએ શું આપ્યું નિવેદન? જાણો વિગત
અમદાવાદ: જયંતિ ભાનુશાળી બળાત્કાર કેસમાં પીડિતા યુવતીએ શનિવારે હાઈકોર્ટમાં જે એફિડેવિટ કરી હતી તે મુજબ જ ડીસીબીમાં નિવેદન આપીને અમારી વચ્ચે સમાધાન થઈ ગયું છે અને કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથઈ તેમ જણાવી દીધું છે. પોલીસે યુવતીના નિવેદનની કોપી કોર્ટને મોકલાવની તજવીજ હાથધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે યુવતીએ સુરત ક્રાઈમ બ્રાંચમાં પણ એજ નિવેદન આપ્યું હતું કે અમારી વચ્ચે સમાધાન થઈ ગયું છે. જેથી હવે બીજી કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી અને જે વાત કોર્ટમાં કહી હતી તે જ વાત ડીસીબી સમક્ષ કહી હતી. પોલીસે તેનું નિવેદન લઈને જવા દીધી હતી. તેના નિવદનની નકલ કોર્ટમાં મોકલી આપવામાં આવશે અને ફરિયાદ રદ કરવી કે નહીં તે હવે કોર્ટ નક્કી કરશે.
કોર્ટમાં 164 મુજબનું નિવેદન લખાવવા માટે પણ યુવતી આપતી નહોતી, આ દરમિયાન પીડિત યુવતીએ હાઈકોર્ટમાં એફિડેવિટ રજુ કરી હતી અને જંયતિ ભાનુશાળી કેસમાં ફરિયાદ રદ થાય તો તેને કોઈ વાંધો નથી તેમ જણાવી દીધું હતું.
વરાછાની એક યુવતી બી.જે.પીના ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળી સામે બળાત્કાર અને ધાકધમકી અને બ્લેકમેઈલની ફરિયાદ નોંધાવતાં રાજકીય માહોલ ગરમાયો હતો અને કોંગ્રેસ ગેલમાં આવી ગઈ હતી. જોકે પીડિત યુવતીને પોલીસે જ્યારે પણ બોલાવી હતી ત્યારે યુવતી કોઈ બહાનું કાઢીને નિવેદન માટે કે તપાસમાં સહકાર આપતી નહોતી.
ઘણાં દિવસોના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ જંયતિ ભાનુશાળીના કેસમાં શનિવારે નવો વળાંક આપ્યો હતો. પીડિય યુવતીએ હાઈકોર્ટમાં એફિડેવિટ કરીને પોતાની ફરિયાદ રદ થાય તો કોઈ વાંધો નથી તેમ જણાવી દીધું હતું. જેથી આગામી દિવસોમાં આખી ફરિયાદ જ રદ થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -