ડેપ્યુટી CM નિતિન પટેલ સાથે દારૂબંધી અંગે ઓડિયો ક્લિપ જાહેર કરનાર ગોપાલ પટેલની ધરપકડ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Jan 2017 10:26 AM (IST)

1
2
મહત્વનું છે કે ગોપાલ પટેલે નીતિન પટેલ સાથે દારૂબંધી અંગે ફોન પર વાત કરી હતી. જેમાં તેણે દારૂબંધીનો ચુસ્ત અમલ ન થતો હોવાની વાત કરી હતી. અને નીતિન પટેલ સાથેની આ વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો.
3
એસીપી રાજદીપસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, ગોપાલ પટેલ વિરુદ્ધ ફોન પર નકલી પોલીસ તરીકેની ઓળખનો ગુનો નોંધાયો છે. બે દિવસ પહેલાં તેણે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફોન કરી માધુપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ તરીકે ઓળખ આપી હતી.
4
અમદાવાદ: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે દારૂબંધી અંગે ફોન પર વાત કરનાર અને આ ઓડિયો વાઈરલ કરનારા ગોપાલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગોપાલ પટેલની ધંધુકાથી ધરપકડ કરવામાં આવી છે.