✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હવે સરકાર વધુ એક મહત્વના દસ્તાવેજમાં કરશે મોટા પાયે ફેરફાર, જાણો શું કરાશે પરિવર્તન ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Nov 2016 12:11 PM (IST)
1

અમદાવાદઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 500 અને 1000 રૂપિયાની નોટો રદ કર્યા પછી હવે વધુ એક મહત્વના સરકારી દસ્તાવેજમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે. મોદી સરકાર આગામી ફેબ્રુઆરી માસ બાદ પાસપોર્ટના કેટલાક નિયમોમાં ફેરફાર કરશે. નવા નિયમ સાથે પાસપોર્ટ ધારકોને માઈક્રો ચીપવાળા પાસપોર્ટ અપાશે.

2

કેન્દ્ર સરકાર નકલી પાસપોર્ટ બનાવી આપતા દલાલો પર લગામ કવા માટે એક અલગ ફોર્સ તૈયાર કરી રહી હોવાનું જણાયું છે. ડુપ્લીકેટ પાસપોર્ટ સાથે પકડાયેલા માટે કેન્દ્ર સરકાર ખૂબ જ કડક સજા મળી તેવી પ્રક્રિયા હાથ ધરવાની તૈયારીમાં છે.

3

નકલી દસ્તાવેજોના આધારે અનેક લોકોએ પાસપોર્ટ બનાવડાવ્યા છે. વિદેશમાં જઈને આર્થિક વ્યવહારો કરવા માટે અથવા તો તેમના કેરિયર્સ દાણચોરી કે ડ્રગ્સની હેરફેર કરવા માટે નકલી પાસપોર્ટ્સનો ઉપયોગ કરે છે. આ નવા પાસપોર્ટના કારણે આ બધી ઠગાઈ બંધ થઈ જશે.

4

પાસપોર્ટમાં રહેલી માઈક્રો ચીપના કારણે તેમાંની તમામ માહિતી કોમ્પ્યુટરમાં દેખાશે. આ ઉપરાંત પાસપોર્ટ બનાવતી વેળા પોલીસ ચકાસણીમાં ખૂબ જ સમય જતો રહે છે. આવનારા દિવસોમાં પોલીસ વેરીફિકેશન કલાકોમાં પૂર્ણ થઈ જાય તેવી તૈયારી હાથ ધરવામાં આવશે.

5

નવી યોજના પ્રમાણે ઓળખપત્ર અને સ્કેન કરેલા ડોક્યુમેન્સ ઓનલાઇન સાઇટ પર સબમિટ થશે. પાસપોર્ટ ધારકોને કહેવાશે કે તેઓ આધાર કાર્ડ સાથે પણ લિન્ક-અપ કરે. આ ઘટનાક્રમથી તાજેતરમાં ફિંગર-પ્રિન્ટ્સ અને રેટિના સ્કેન કરીને પાસપોર્ટ કઢાવનારાઓને તકલીફ નહીં પડે એવી સરકારની ગણતરી છે.

6

કેન્દ્ર સરકાર પાસપોર્ટ ઓફિસના સોફ્ટવેરમાં કેટલાક પરિવર્તનો કરવા તરફ જઈ રહી છે. આ પરિવર્તનો બાદ અરજદારો પોતાના પાસપોર્ટ બનાવતી વખતે ઓનલાઈન અરજીમાં ઓળખપત્રના નંબર લખી શકશે. આ ઉપરાંત આ દસ્તાવેજોને સ્કેન કરી ઓળખપત્રને અરજી સાથે અટેચ કરી સબમીટ કરી શકશે.

7

પાસપોર્ટ બનાવતી વેળા પાસપોર્ટ ઘારકોને જે સમસ્યા નડે છે તેમને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે એક લિસ્ટ તૈયાર કર્યું છે અને તે પ્રમાણે ફેરફાર કરવાનું કામ શરૂ કરી દીધું છે. આ કામગીરી ફેબ્રુઆરી માસ સુધીમાં પૂર્ણ થઈ જશે. એ પછી માઈક્રો ચીપવાળા ઈ-પાસપોર્ટ અપાશે અને તેના કારણે પાસપોર્ટને લઈ થતી ફરીયાદો અટકી જશે.

  • હોમ
  • અમદાવાદ
  • હવે સરકાર વધુ એક મહત્વના દસ્તાવેજમાં કરશે મોટા પાયે ફેરફાર, જાણો શું કરાશે પરિવર્તન ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.