ગુજરાતની આ બેંકોમાં ખાતું હશે તો પણ 500 કે 1000ની નોટો જમા નહીં કરાવી શકાય, માટે ચેતજો
આરબીઆઇના આ પરીપત્રને કારણે આજથી અમદાવાદ કો.ઓ., અમરેલી મધ્યસ્થ, બનાસકાંઠા કો.ઓ., બરોડા કો.ઓ., ભાવનગર કો.ઓ., ભરુચ કો.ઓ., જામનગર કો.ઓ., જૂનાગઢ કો.ઓ., ખેડા કો.ઓ., કોડીનાર કો.ઓ., કચ્છ કો.ઓ., મહેસાણા કો.ઓ., પંચમહાલ કો.ઓ., રાજકોટ કો.ઓ., સાબરકાંઠા કો.ઓ., સુરત કો.ઓ., સુરેન્દ્રનગર કો.ઓ. અને વલસાડ કો.ઓ. બેન્કમાં 500 અને 1000 રૂપિયાની જૂની નોટો જમા નહીં કરાવી શકાય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યના અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, સુરત, ભરુચ, જામનગર, બનાસકાંઠામાં 18 ડીસીસીબીએસ બેંકો છે. આ બેન્કોની શાખાઓ પણ જિલ્લામાં આવેલી છે. જે મોટા ભાગે ગામડામાં છે. જેને કારણે ગામડામાં ખેડૂતો અને નાના વેપારીઓ જૂની નોટ વિનિમય કરી શકશે નહીં.
આ નિર્ણયની સાથે જ આજે તમામ બેંકોને જાણ કરી દેવામાં આવી છે કે,જિલ્લા સહકારી બેંકો વિનિમય નહીં કરી શકે. જોકે, આ નિર્ણયનો રાજકીય અગ્રણીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને કેન્દ્ર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી છે. આરબીઆઇની આ સૂચનાને પગલે રાજકીય અગ્રણીઓ દોડતાં થઈ ગયા છે.
આ મામલે વ્યાપક ફરિયાદો ઉઠ્યા પછી ગઈ કાલે અમદાવાદમાં આશ્રમ રોડ સ્થિત લા ગજ્જર બિલ્ડિંગમાં આરબીઆઇના અધિકારીઓ અને ડીસીસીબીએસ સેક્ટરના બેંક અધિકારીઓ અને અગ્રણીઓની બેઠક મળી હતી. જેમાં આ નિર્ણય લેવાયો હતો. જેનો આજે પરીપત્ર પણ જારી કરી દેવાયો છે.
આ પરીપત્રને કારણે હવે ગુજરાતની 18 ડીસીસીબીએસ બેંકો હેઠળની 2200 બેંકોમાં આજથી નોટ બદલી શકાશે નહીં. આરબીઆઇએ ગત 8 નવેમ્બરે કરેલા પરીપત્રમાં ડીસીસીબીએસનો ઉલ્લેખ નહોતો. આમ છતાં આ બેંકો રિઝર્વ બેંકના પરીપત્રનું ખોટું અર્થઘટન કરી લોકોને નાણા વિનિમય કરી આપતી હતી.
અમદાવાદઃ આરબીઆઇની ગુજરાત ઓફિસે એક આઘાતજનક નિર્ણય લઈને પરીપત્ર બહાર પાડ્યો છે કે, જિલ્લાની 18 સહકારી બેંકોમાં લોકો 500 અને 1000 રૂપિયાની નોટો જમા નહીં કરાવી શકાય. એટલું જ નહીં, આ બેંકોમાં 4000 રૂપિયાની જૂની નોટો બદલવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે, તેમ છે. આ નિર્ણયનો ભાજપના નેતા અને અમરેલી ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન દિલીપ સંઘાણીએ વિરોધ કર્યો છે.
આરબીઆઇએ વ્યક્તિદીઠ 4 હજાર રૂપિયાની કેશ બદલી અને જૂની નોટો જમા કરાવવા પર રાજ્યની 18 ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓ. બેન્કો(ડીસીસીબીએસ)ની અંદાજિત 2200 શાખાઓ પર આ પ્રતિબંધ લાદ્યો છે. ગઈ કાલે મળેલી બેઠક પછી આરબીઆઇએ ડીસીસીબીએસને તાકીદ કરી હતી કે, નોટ બદલી અંગેનો પરીપત્ર તેમને લાગુ પડતો નથી. આ અંગેનો આજે પરીપત્ર પણ જારી કરી દેવાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -