હાર્દિક પટેલે ક્યા PI પર પોતાને મારી નાંખવાની ધમકી આપી હોવાનો કર્યો આક્ષેપ? PIએ શું કહ્યું? જાણો વિગત
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલના ઉપવાસ માટે ગુજરાત સરકાર કેમ ડરી રહી છે. હું મારા સમાજના હિત માટે ઉપવાસ કરી રહ્યો છું, તો સરકાર કેમ મને રોકવાનું કામ કરી રહી છે.
આ દરમિયાન સમર્થકોએ સુત્રોચ્ચાર કર્યા હતા અને પોલીસ સાથે પણ બોલાચાલી થઈ હતી. હાર્દિક જ્યારે કારમાં બેઠો હતો ત્યારે પોલીસે તેને બહાર કાઢવાના પ્રયાસો કરતા પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. ત્યાર બાદ પોલીસ હાર્દિકની ગાડીની ચાવી ઝુંટવીને તેને ક્રાઈમ બ્રાંચ લઈ ગઈ હતી.
હાર્દિક પટેલે આક્ષેપ કર્યો હતો કે, પીઆઈ ચાવડાએ મને મારી નાંખવાની ધમકી આપી હતી. જોકે પીઆઈ ચાવડાએ આ વાતનો ઈન્કાર કર્યો હતો.
દિવસભર ચાલેલા ડ્રામાં બાદ અંતે હાર્દિકને જામીન મળ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, તેને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, PI ચાવડાએ મને મારી નાખવાની ધમકી આપી હતી. 25 ઓગસ્ટના ઉપવાસ વિજય રૂપાણી પણ અટકાવી નહીં શકે.
હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના વિવિધ જગ્યાઓથી આશરે 500 જેટલા લોકોને ઉપવાસ માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે, પોલીસે સૌરાષ્ટ્ર, મહેસાણા, સુરત સહિત આશરે 300 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
અમદાવાદ: પાસ કન્વીનર હાર્દિક પટેલ 25મી ઓગસ્ટના રોજ આમરણાંત ઉપવાસ માટે મંજૂરી ન મળતા 19 તારીખે મંજૂરી વિના જ એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેસવાના હતા જોકે હાર્દિક નિકોલ જઈને કારમાં ઉપવાસ પર બેસે તે પહેલાં જ હાર્દિક અને તેના સમર્થકોની પોલીસે અટકાયત કરીને ક્રાઈમ બ્રાંચ લઈ ગઈ હતી. જ્યાં હાર્દિક સામે સરકારી કામમાં દખલ બદલ કલમ 186 અને મંજૂરી વિના લોકોનું ટોળું ભેગું કરવા બદલ કલમ 143 હેઠળ ગુનો નોંધાયો હતો.