નવરાત્રિમાં રાતે 12 વાગ્યા પછી લાઉડ સ્પિકર વગાડશો તો પોલીસ શું કરશે? જાણો વિગત
જે પ્રમાણે ગરબા સ્થળના આયોજકો પાસે યોગ્ય પાર્કિંગની વ્યવસ્થા નહીં હોય અને વાહનો ગરબા સ્થળની બહાર જાહેર રોડ પર પાર્ક કરવામાં આવશે તો ટો કરી લેવામાં આવશે. એટલું જ નહીં રાત્રે 11 વાગ્યા બાદ ટો કરાયેલા વાહનો બીજા દિવસે જ પરત આપવામાં આવશે. આ વખતે ટ્રાફિક પોલીસે ટો કરેલા વાહનો રાખવા માટે સાત સ્થળોની વ્યવસ્થા કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ પોલીસ કમિશ્નર તરફથી બહાર પાડવામાં આવેલા જાહેરનામા પ્રમાણે આ વખતે 12 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકરના ઉપયોગના નિયમનું ફરજિયાત પાલન કરાવવામાં આવશે. આવું નહીં કરનાર પાર્ટી પ્લોટના માલિકોની ધરપકડ કરવામાં આવશે. તેમજ તેમની સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે.
સાથે જ સોસાયટીમાં નિયમનો ભંગ થતો જણાશે તો મંજૂરી મેળવનાર જે-તે વ્યક્તિની ધરપકડ કરીને સાઉન્ડ સિસ્ટમ જપ્ત કરી લેવામાં આવશે. અમદાવાદ ટ્રાફિક પોલીસે પણ પાર્કિગની વ્યવસ્થાને લઈને વધારે કડક પગલાં લેવાની ચીમકી ઉચ્ચારી છે.
પાર્ટી-પ્લોટો અને ક્લબો ઉપરાંત શેરી ગરબા અને સોસાયટીઓમાં પણ ગરબાનું આયોજન થતું હોય છે. જાહેરનામા પ્રમાણે જો ફ્લેટ કે સોસાયટીઓમાં રાત્રે 12 વાગ્યા પછી સ્પીકર વગાડવામાં આવશે તો સેક્રેટરી અથવા જવાબદાર વ્યક્તિઓ સામે ગુનો નોંધીને મ્યુઝિક સિસ્ટમ જપ્ત કરી લેવામાં આવશે.
અમદાવાદઃ નવરાત્રિને લઈને અમદાવાદ પોલીસ કમિશ્નર એ.કે.સિંઘે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ જાહેરનામું 10મી ઓક્ટોબરથી લઈને 18મી ઓક્ટોબર સુધી અમલી રહેશે. જો રાત્રે 12 વાગ્યા પછી કોઈ પણ સ્થળે લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. જો આવો કોઈ બનાવ ધ્યાનમાં આવશે તો આયોજકો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -