આજથી નવરાત્રિનો પ્રારંભ, આ વખતે આવશે બે છઠ, વરસાદની આગાહીથી ખેલૈયાઓ ચિંતિત
નવરાત્રિના પ્રારંભે બીજનો ક્ષય છે. ઘટ સ્થાપનના શુભ મુહૂર્ત સવારે 6.18 મિનિટથી 10.11 મિનિટ સુધી, કળશ સ્થાપના સવારે 6.18 મિનિટથી લઈનવે 7.56 મિનિટ સુધીમાં કરી શકાશે.
આ ઉપરાંત નવરાત્રિ દરમિયાન અનેક વિશેષ શુભ યોગોનો સંયોગ થઈ રહ્યો છે. જેમ કે આ વર્ષે નવરાત્રિ દરમિયાન રાજયોગ, દ્વિપુષ્કરયોગ, અમૃતયોગ, સર્વાર્થસિદ્ધિ યોગ અને સિદ્ધિયોગનો સંયોગ પણ બન્યો છે. આ યોગમાં જ આ વર્ષે વિશષેષ ખરીદીઓ જોવા મળશે.
આ વખતે નવરાત્રિ બુધવારે ચિત્રા નક્ષત્રમાં શરૂ થઈ કરહી છે. જ્યારે નોમના દિવસે શ્રવણ નક્ષત્ર હશે. આ દિવસે ધ્વજા યોગ બન્યો છે. તે એક વિશેષ યોગ છે. અદભૂત સફળતાનો સંકેત આપે છે.
અમદાવાદઃ વિશ્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવ નવરાત્રિનો બુધવાર તા.10 ઓક્ટોબર, 2018થી પ્રારંભ થઈ રહ્યો છે. ચાલુ વર્ષે અધિક માસને કારણે નવરાત્રિ 20 દિવસ મોડી આવી રહી છે. આ વર્ષે નવરાત્રિમાં આ સિવાય બીજની ક્ષયતિથિ, છઠ્ઠની વૃદ્ધિતિથિ અને નોમ-દશેરાના સંયોગ સાથે પર્વની ઉજવણીનો ઉન્માદ જોવા મળશે. આ વખતે બે છઠ છે. તેથી આ વખતે ખેલૈયાઓને રમવા માટે એક નોરતું ઓછું મળશે. આ ઉપરાંત આ વખતે નવરાત્રિમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, તેથી ખેલૈયાના રંગમાં ભંગ પડી શકે છે.