અમદાવાદઃ ડો. આંબેડકરની પ્રતિમા ક્યાં કરાઈ ખંડિત? જાણો શું કરાયું નુકસાન?
ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પથ્થરથી ખંડિત કરનારા અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ કરી હતી. તો આ અંગે ચાંગોદર પોલીસે ગુનો નોંધી CCTV તેમજ અન્ય કાર્યવાહી હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની આંખ ઉપર પહેરેલ ચશ્માં પથ્થર મારીને કોઈએ તોડી નાખ્યાં હતા. પ્રતિમાના ગળામાં પહેરાવેલી સુતરની આટી ગળામાંથી કાઢી નીચે ફેંકી દીધી હતી. મેરૂભાઈ તેમજ ગામના આગેવાનોએ ભેગા થઈને પ્રતિમાને થયેલ નુકશાન બાબતે પોલીસ ફરિયાદ કરી હતી.
આ સમગ્ર મામલે જાણ થતાં જ સ્થાનિક આગેવાનો ગામના આંબેડકર ચોકમાં આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આવી ગયા હતા. જ્યાં પ્રતિમાનું નીરિક્ષણ કરતાં પ્રતિમાની ડાબા હાથની કોણીના ભાગે પથ્થર વાગી કલર ઉખડી ગયો હોવાનું જણાયું હતું. તેમજ પ્રતિમાના હાથમાં પકડેલી સંવિધાન બુકને પણ બહારની સાઈડે એક ખૂણા ઉપર પથ્થર વાગવાથી કલર ઉખડી ગયો હોવાનું જોવા મળી રહ્યું હતું.
ચાંગોદર પોલીસમાં મેરૂભાઈ પરમાર દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ, રવિવારે મોરૈયા ગામના ખુમાનભાઈ ડાભીએ ફોનથી મેરૂભાઈને જાણ કરી હતી કે ગામના આંબેડકર ચોકમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને કોઈએ તોડીને ખંડિત કરી દીધી છે.
સાણંદ: સાણંદ તાલુકાના મોરૈયા ગામે રવિવારે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ખંડિત કરવામાં આવી હતી જેના કારણે સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો. આ અંગે ચાંગોદર પોલીસને બનાવ અંગે માહિતી મળતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પ્રતિમા ખંડિત કરાતાં પંથકમાં લોક રોષ ફાટી નીકળ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -