અનામતના લાભ મુદ્દે ભાજપના ક્યા મંત્રીએ આપ્યું સૌથી મોટું નિવેદન, જાણો વિગત
બેઠક દરમિયાન સંસ્થાઓના નેતાઓએ પાસના કન્વીનરોને સૂચના આપી હતી કે આંદોલનને સમજલક્ષી બનાવવામાં આવે. રાજકીય પક્ષો સાથે આંદોલન જોડાયેલું હોવાની છાપને ભૂંસી નાખવામાં આવે તેમજ પાસની અંદર રહેલા આંતરિક વિખવાદોને પણ ભૂલી જવામાં આવે. તે સાથે જ પાટીદાર સંસ્થાઓના નેતાઓએ પાસના કન્વીનરોને ખાતરી આપી હતી કે સામાજિક સંસ્થાઓ પણ તેમની સાથે જ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવેલા ભાજપના મંત્રી હરી ચૌધરીએ જણાવ્યું હતું કે, દરેક સમાજને અનામતનો લાભ મળવો જોઈએ. 20થી 25 ટકા લોકોએ જ અનામતનો લાભ લીધો છે. જે લોકો એકવાર અનામતનો લાભ લે ત્યાર બાદ અન્ય સમાજને પણ અનામતનો લાભ મળવો જોઈએ. જ્યારે મારા પુત્ર પણ શેના માટે અનામત માંગે તેવું હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) અને સમાજના આગેવાનો વચ્ચે 10 મુદ્દા પર ચર્ચા થઈ છે. આ ચર્ચા દરમિયાન પાસ તરફથી મનોજ પનારા, ધાર્મિક માલવીયા અને બ્રિજેશ પટેલ હાજર રહ્યા હતા. જ્યારે પાટીદાર સમાજની સંસ્થા તરફથી સી.કે.પટેલ, દિનેશ કુંભાણી અને પ્રહલાદ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. બીજી તરફ હાર્દિક ઝડપથી પોતાના ઉપવાસ છોડી દે તે માટેની કવાયત તેજ કરવામાં આવી છે.
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ છેલ્લા 16 દિવસથી આમરણાંત ઉપવાસ ઉપર બેઠો છે. ખેડૂતોના દેવા માફી, પાટીદાર સમાજને લાભ અને અલ્પેશ કથીરિયાને જેલ મૂક્ત કરવાની માંગણીઓ સાથે હાર્દિક પટેલે ગત 25 ઓગસ્ટે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. ત્યારે ભાજપના કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીએ અનામત મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. ખાનગી કાર્યક્રમમાં મંત્રી હરી ચૌધરીએ દરેક સમાજને અનામતનો લાભ મળવો જોઈએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -