ગુજરાત ભાજપના કયા ધારાસભ્ય ધરાવે છે બે વોટર્સ આઈડી કાર્ડ, જાણો વિગત
હવે ચૂંટણી વિભાગે પણ કાર્યવાહી હાથ ધરી છે. અગાઉના વર્ષોમાં હિતુ કનોડિયા દ્વારા મહારાષ્ટ્ર ચૂંટણી યાદીમાં નામ કમી કરવા માટે અરજી આપી હતી. પરંતુ કંઈક કારણોસર નામ કમી ન થતાં હાલ વિવાદ સર્જાયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ મહારાષ્ટ્રના વરસોવામાં હિતુ નરેશ કનોડિયા નામ ચાલુ છે ત્યારે ગુજરાતના અમદાવાદ અસારવામાં હિતેન્દ્ર નરેશ કનોડિયા હોવાના કારણે તેની ફીજીકલ તપાસ કાર્ય બાદ કાર્યવાહી કરવામાં આવશે. એક તરફ ચૂંટણીના નોમિનેશન સમયે ઉલ્લેખ કરવામાં આવતો હોય છે અને સાથે જ એફિડેવિટ પણ કરવામાં આવતું હોય છે.
સાબરકાંઠાની ઈડર વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મ કલાકાર હિતુ કનોડિયા વિવાદમાં સપડાયા છે. બે રાજ્યોમાં હિતુ કનોડિયાનું ચૂંટણી યાદીમાં નામ બહાર આવ્યું છે. મહારાષ્ટ્રના વરસોવા અને અમદાવાદના અસારવાની મતદાર યાદીમાં નામ હોવાનું બહાર આવ્યું છે. જેને લઈ અત્યારે ચૂંટણી અધિકારી દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે.
સાબરકાંઠાની ઈડર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હિતુ કનોડિયા બે રાજ્યોની મતદાર યાદીમાં નામ હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદના અસારવા અને મહારાષ્ટ્રના વરસોવા મતદાર યાદીમાં નામ હોવાનું બહાર આવતા સાબરકાંઠા ચૂંટણી અધિકારીએ તપાસ હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -