PM નરેન્દ્ર મોદીના સમર્થનમાં હવે ગુજરાત ભાજપના કયા સાંસદ ઉપવાસ કરશે! જાણો વિગત
જોકે કોંગ્રેસનો આ ઉપવાસ કેટલાક વિવાદોના કારણે સમાચારોમાં રહ્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીની સાથે ઉપવાસ રાખવા માટે રાજઘાટ ઉપર પહોંચેલા જગદીશ ટાઇલરને પાર્ટી નેતાઓના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ઉપવાસ પહેલા દિલ્હી કોંગ્રેસના નેતા અજય માકન અને અરવિંદ સિંહ લવલીની છોલે ભટૂરે ખાતા તસવીરને લઇને અનેક સવાલો ઉભા થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં તેમની પાર્ટીના કેટલાંક નેતાઓ દેશમાં થઈ રહેલા કથિત દલિત અત્યાચાર અને સાંપ્રદાયિક હિંસા સહિત વિવિધ મુદ્દાના વિરોધમાં સોમવારે ઉપવાસ ઉપર બેઠા હતા.
મહત્વનું છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત પાર્ટીના કેટલાંક નેતાઓ 2 દિવસ પહેલાં જ રાજઘાટ ઉપર સાંકેતિક ઉપવાસ ઉપર બેઠા હતા. આવી સ્થિતિમાં ભાજપના આ પગલાંને વિપક્ષી કોંગ્રેસના જવાબના રૂપમાં જોવામાં મળી રહ્યું છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવા શક્તિનાથ ગ્રાઉન્ડમાં સવારે 10થી સાંજે 4 સુધી ઉપવાસ પર બેસશે. મનસુખ વસાવા સાથે ભાજપના કાર્યકરો પણ ઉપસ્થિત હશે. જોકે ભાજપના કાર્યકર્તાઓ ઉપવાસ કરશે કે નહીં તે જાણવા મળ્યું નથી આવું સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.
ભરૂચ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદમાં વિપક્ષી પાર્ટીઓના હંગામાના વિરોધ સ્વરૂપમાં 12 એપ્રિલે દિવસભર ઉપવાસ ઉપર બેસશે. જ્યારે અમીત શાહ પણ કર્ણાટકના હુબલીમાં સાંકેતિક ધરણાં ઉપર બેસશે. ત્યારે ગુજરાતમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ 12 એપ્રિલે ઉપવાસ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -