અમદાવાદઃ યુવતી પતિની હાજરીમાં જ બાંધતી પ્રેમી સાથે સંબંધ ને......
ત્યારે રાત્રે સવા બે વાગ્યાની આસપાસ મારા ભાઈ જફરૂલ્લા ખાનના મોબાઈલ નંબરથી તેની પત્ની રેહનુમાબાનુનો ફોન આવ્યો કે કોઈએ અમારા ધાબા પર પર જઈને તમારા ભાઈની હત્યા કરી દીધી છે અને હું મારી મમ્મીના ઘરે અંબર ટાવર અંદર આવેલા કમિટિના મકાનમાં આવી ગઈ છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમારી પત્ની મને રોજ હેરાન કરે છે. તેમજ શાહરૂખ પણ મારી હાજરી અને ગેરહાજરીમાં મારી ઘરે આવે છે અને મારવાનો પ્લાન બનાવે છે. ત્યાર બાદ 10 એપ્રિલના રોજ હું મારા પરિવાર સાથે ઘરે હાજર હતો.
મૃતકના ભાઈ ઈમરાન ખાને નોંધાવેલી પોલીસ ફરિયાદના આધારે 15 દિવસ પહેલા મારોભાઈ જફરુલ્લા ખાન મારી ઘરે આવ્યો ત્યારે તેણે મને અને મારા ભાઈને જણાવ્યું હતું કે, મારી પત્ની રેહનુમાનું જુહાપુરાના સંકલિત નગરમાં રહેતા અલ્લારખા ઉર્ફે શાહરૂખ અફઝલ શેખ સાથે અફેર ચાલે છે અને મેં તેને આ બાબતે ઠપકો આપતા કહ્યું હતું કે, હું તેની સાથે સંબંધ રાખીશ જ અને તને ના ફાવે તો તું મને તલાક આપી દે એવી ધમકી આપે છે.
અમદાવાદ: અમદાવાદ શહેરના ફતેહવાડી કેનાલ વિસ્તારમાં ચાર દિવસમાં બીજી હત્યાનો બનાવ બનવા બન્યો છે. ફતેહવાડી કેનાલ પાછળ પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી છે. તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જોકે પોલીસે આ હત્યાના બનાવને લઈ કોઈ ગુનો હજુ સુધી નોંધવામાં ન આવ્યો હોવાનું જણાવ્યું હતું.
પત્નીએ અને પ્રેમીએ ભેગા મળી પતિને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાંખી હતી. ઘટના બાદ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત પતિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં વેજલપુર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
ઘટનાની વિસ્તાર પૂર્વક વાત કરીએ તો ફતેહવાડીની મિલ્લતે ઈબ્રાહીમ એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે ભાડેથી રહેતા મૃતક જફરૂલ્લા ખાન ભાડેથી રીક્ષા ચલાવતો હતો. તેની પત્ની રેહનુમાને અલ્લારખા ઉર્ફે શાહરૂખ અફઝલ શેખ અફેર હતું. આથી તે તેના પતિને બદલે પ્રેમી સાથે રહેવા માગતી હોવાથી પ્રેમી શાહરૂખ સાથે મળીને પતિનું કાસળ કાઢી નાંખ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -