મહેશ શાહના કેસમાં આ યુવતી ભૂમિકાની ‘ભૂમિકા’ હવે મહત્વની, જાણો કોણ છે ભૂમિકા પટેલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવકવેરા વિભાગમાં સૂત્રોની વાત માનીએ તો મહેશ શાહ માત્ર એક પ્યાદું છૅ અને પડદા પાછળના ખેલાડી બીજા છે. ઈન્કમટેક્સ વિભાગ મહેશ શાહના સંપર્કોની તપાસ પણ કરી રહી છૅ કારણકે ઈન્કમટેક્સ અધિકારીઓને ને આશંકા છે કે આ પૈસા માત્ર ગુજરાતના નહીં પણ દેશના અનેક વગદાર વ્યક્તિઓના હોઈ શકે છે.
આ ઉપરાંત ઘર પર અથવા બીજા કોઈનો સંપર્ક કર્યો હતો, આપ નિર્દોષ છો તો ભાગતા કેમ ફરો છો, આપનો વ્યવસાય શુ છે અને ક્યાં ક્યાં છે, અપાજી અમીન કંપનીના સંપર્કમાં કઈ રીતે આવ્યા, કેટલાં વર્ષથી આપ અપાજી અમીન કંપની સાથે વ્યવહાર કરો છો વગેરે સવાલો પણ પૂછાયા હતા.
ડેપ્યુટી કમિશનર ભૂમિકા પટેલની ટીમે જાહેર કરાયેલા રૂપિયા 13860 હજાર કરોડ તમારા છે, આ પૈસા ક્યાંથી આવ્યા, આ નાણાં તમારાં નથી તો કોનાં છે, ટેક્સનો પ્રથમ હપ્તો કેમ ભરવામાં ના આવ્યો, આટલા દિવસ તમે અમદાવાદની બહાર કેમ રહયા, આપ ક્યાં રોકાયા હતા, આટલા દિવસ સુધીકોના કોના સંપર્કમાં આવ્યા વગેરે સવાલો પૂછ્યા હતા.
ભૂમિકા પટેલ આ પૈસા કોના છૅ અને મહેશ શાહે ક્યાં કારણોસર આ નાણાં જાહેર કર્યાં તે જાણવા ઈન્કમટેક્સ વિભાગે કવાયત હાથ ધરી છે. બીજી તરફ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ મહેશ શાહ પર મની લોન્ડરિંગનો કેસ દાખલ કરે તેવી શક્યતા છે. ભૂમિકા પટેલ અને તેમની ટીમે મહેશ શાહને પૂછેલા સવાલોમાં નીચેના કેટલાક સવાલોનો સમાવેશ થાય છે.
ભૂમિકા પટેલે સિવિલ સર્વિસીઝ માટે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન(સ્પિપા)માંથી તાલીમ મેળવી છે. તેમના પતિ ડોક્ટર છે. ભૂમિકા પટેલને ઈન્કમટેક્સ વિભાગમાં માત્ર 6 વર્ષ થયાં છે અને તેમને દેશનો સૌથી ચર્ચાસ્પદ અને હાઇપ્રોફાઇલ કેસની તપાસ સોંપાઈ તેના કારણે તે ચર્ચામાં આવી ગયાં છે.
ભૂમિકા પટેલ કચ્છના માંડવીનાં વતની છે અને સિવિલ સર્વિસીઝની પરીક્ષા પાસ કરી છે. ભૂમિકા પટેલ 2010ની બેચની ઇન્ડિયન રેવન્યુ સર્વિસ (આઈઈરએસ)નાં અધિકારી છે. હાલમાં અમદાવાદ ઈન્કમટેક્સ ઓફિસમાં ભૂમિકા ડેપ્યુટી કમિશનર ઓફ ઇન્કમેટક્ષ તરીકે તે સેવા બજાવે છે.
મહેશ શાહને અમદાવાદ ઈન્કમટેકસ ઓફીસ ખાતે રાખવામાં આવ્યા છે. ઈન્કમટેક્સના ઉચ્ચ અધિકારીઓએ તેમની પૂછપરછ શરૂ કરી છે ત્યારે આ પૂછપરછમાં ડેપ્યુટી કમિશ્નર ભૂમિકા પટેલની ભૂમિકા અત્યંત મહત્વની બની છે. ભૂમિકા પટેલની આગેવાનીમાં ઈન્કમટેક્સ વિભાગની એક ટીમ બનાવાઈ છે અને આ ટીમ શાહની પૂછપરછ કરી રહી છે.
અમદાવાદઃ કેન્દ્ર સરકારની ઈન્કમ ડિસ્ક્લોઝર સ્કીમ (આઈડીએસ)હેઠળ રૂપિયા 13860 કરોડ જાહેર કરનારા મહેશ શાહે શનિવારે અચાનક એક ટીવી ચેનલ સામે હાજર થયા એ પછી આવકવેરા વિભાગે તેમનો કબજો મેળવ્યો હતો. મહેશ શાહને ટીવી ચેનલની ઓફિસેથી સરખેજ પોલીસ લઈ ગઈ પછી શાહને આવકવેરા અધિકારીઓ લઈ ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -