કેનેડામાં પડતી તકલીફો વિશેનો વીડિયો બનાવીને છવાઈ ગયેલો ક્રિશ ભંડેરી કોણ છે ? જાણો વિગત
એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું કે, અમારી ગ્રોસરી પતી જતાં મિત્રો સાથે લેવા ગયા હતા. કેનેડામાં અડધા કલાકે એક બસ આવે છે. પરંતુ અમે ચાલીને જઈએ તો 15-20 મિનિટમાં ઘરે પહોંચી જવાય. આથી અમે ચાલીને જવાનું નક્કી કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appક્રિશનો પરિવાર છેલ્લાં પાંચ-છ વર્ષથી સુરતમાં જ રહે છે અને તે કેનેડા અભ્યાસ માટે ગયો છે. કેનેડા જવાનું હતું તેના એક મહિના પહેલા ક્રિશે ઘરે રસોઇ મમ્મી પાસે શિખવાની શરૂઆત કરી દીધી હતી. જેથી ત્યાં જઈને કોઈ તકલીફ ન પડે.
આ વીડિયો કેનેડામાં બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ કરવા ગયેલા ક્રિશ ભંડેરીનો છે. તે હજુ દસ દિવસ પહેલાં જ કનેડા ગયો હતો. મૂળ જામનગરના જામજોધપુરના માંડાસણ ગામના ક્રિશે રમત-રમતમાં બનાવેલો આ વીડિયો લોકો પસંદ કરવા લાગ્યા છે.
અમદાવાદઃ છેલ્લા થોડા દિવસથી કેનેડા ગયેલા ગુજરાતી યુવક ક્રિશ ભંડારીનો વીડિયો ભારે વાયરલ થયો છે. ત્યારે લોકોને તે જાણવાની ઇચ્છા થઈ રહી છે કે, આ ક્રિશ છે કોણ? અદ્દલ કાઠિયાવાડી લહેકામાં અહીંની લાઇફસ્ટાઇલ અંગે જણાવતા ક્રિશનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યો છે, ત્યારે આવો જાણીએ આ ક્રિશ ભંડેરી વિશે.
ખભે લોટની થેલી ઊંચકીને જઈ રહ્યા હતા, ત્યારે વીડિયો બનાવવાનો વિચાર આવ્યો અને મિત્રને કહ્યું કે, મોબાઇલ બહાર કાઢ અને વીડિયો બનાવ. બસ આ વીડિયો મિત્રો પાસેથી વોટ્સએપમાં ફરતો થયો અને વાયરલ થઇ ગયો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -