13,680 કરોડનું કાળુ નાણું જાહેર કરનાર ગુજરાતી બિઝનેસમેનનું નામ જાહેર, કોણ છે આ મહેશ શાહ ? જાણો
આ કાળું નાણું જાહેર કરનાર અમદાવાદનો ઉદ્યોગપતિ મહેશ શાહ છે. જોધપુર ચાર રસ્તા પાસે રહેતા મહેશ શાહ ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો બિઝનેસ કરે છે. મહેશ શાહે આટલું કાળુ નાણું જાહેર કરતાં આવકવેરા અધિકારીઓની આંખો પણ પહોળી થઈ ગઈ હતી. દેશના કુલ જાહેર કાળા નાણામાં 20 ટકા હિસ્સો એક જ માણસનો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવકવેરા વિભાગે મહેશ શાહને ઝડપી લેવા માટે આપાજી અમીનની ઓફિસમાં દરોડા પાડ્યા છે અને છેલ્લા ત્રણ દિવસથી આ કામગીરી ચાલુ છે. આવકવેરા વિભાગે અમદાવાદ અને રાજકોટમાં મહેશ શાહની મનાતી ટ્રાવેલ એજન્સીઓ પર પણ દરોડા પાડ્યા છે. આપાજી અમીન કંપનીના માલિક તેહમ્યુલ શેઠના છે.
જો કે આઈડીએસ હેઠળ આ કાળા નાણાંના સ્રોત વિશે પૂછપરછ નહીં કરવાની હોવાથી આવકવેરા વિભાગ ચૂપ રહ્યો હતો. ગુજરાતના બિઝનેસમેને 13860 કરોડનું કાળું નાણું ખરેખર જાહેર કર્યું હોઈ તેમણે નિય પ્રમાણે 45 ટકા લેખે 6237 કરોડ રૂપિયા ટેકસ તરીકે ભરવા પડે અને બાકીની રકમ એટલે કે રૂપિયા 7623 કરોડ કાયદેસર થઈ જાય.
આઈડીએસ સ્કીમ પ્રમાણે આ બિઝનેસમેને તેમના ટેક્સ પેટે નવેમ્બર મહિનામાં 1000 કરોડ રૂપિયા જમા કરાવવાના હતા પણ મહેશ શાહે 30 નવેમ્બર સુધીમાં આ હપ્તો ના ભરતાં આવકવેરા વિભાગ ગુરૂવારે તેમના પર ત્રાટક્યું હતું. જો કે મહેશ શાહ તે પહેલાં જ ગાયબ થઈ ગયો છે અને તેનો કોઈ જ પત્તો નથી.
મહેશ શાહે તેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આપાજી અમીન એન્ડ કંપની મારફતે આ રકમની જાહેરાત કરી હતી એવું કહેવાય છે. નવરંગપુરામાં આકાંક્ષા બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતી આપાજી અમીન ટેક્સેસન અને રોકાણ અંગે સલાહ આપે છે. મહેશ શાહના અન્ય ગેરકાયદેસર નાણાંકીય વ્યવહારો પણ આ કંપની મારફતે થતા હોવાનું મનાય છે.
અમદાવાદઃ કેન્દ્ર સરકારની 30 સપ્ટેમ્બરે પૂરી થયેલી ઇન્કમ ડેકલેરેશન સ્કીમ (આઇડીએસ) હેઠળ દેશભરમાં રૂપિયા 65,250 કરોડનું કાળુ નાણુ જાહેર કરવામાં આવ્યું હતું. આ પૈકી ગુજરાતના એક બિઝનેસમેને જ રૂપિયા 13,860 કરોડનું કાળું નાણું જાહેર કર્યું હતું. આ બિઝનેસમેન કોણ તેની ચર્ચા વચ્ચે તેની ઓળખ થતી થઈ ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -