આનંદીબેનના ચૂંટણી નહીં લડવાના નિર્ણય માટે ખરેખર શું છે કારણ? જાણો વિગત

જોકે, રાજકીય વર્તુળોના મતે આનંદીબેન પટેલના રાજીનામા પાછળ ભાજપનો આંતરીક વિખવાદ જવાબદાર છે. ગુજરાત ભાજપ પર વર્ચસ્વ જમાવવા માટે આનંદીબેન અને અમિત શાહ વચ્ચે સતત સંઘર્ષ ચાલે છે. આ કારણે આનંદીબેને રાજીનામું ધરી દીધું હોવાનું જાણવા મળ્યું છે.
આનંદીબેન પટેલે પોતાના ચૂંટણી નહીં લડવાના નિર્ણય માટે ભાજપ દ્વારા 75 વર્ષથી વધુ વયના લોકોને સત્તામાં નહીં રહેવાના નિયમને આગળ ધર્યો છે. આ પહેલાં તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું ત્યારે પણ આ જ કારણ આગળ ધર્યું હતું.
આ કારણે ભાજપના પાટીદાર નેતાઓ નારાજ છે અને ચૂંટણી લડતા પણ ડરે છે. આ પહેલા જયંતિભાઈ કવાડિયાએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. આનંદીબેન બીજા પાટીદાર નેતા છે કે ચૂંટણી નહીં લડે. આનંદીબેનના પગલે ભાજપના બીજા ઘણા પાટીદાર નેતા પણ ચૂંટણીના મેદાનમાંથી ખસી જાય તેવી શક્યતા છે.
બીજી તરફ કેટલાક રાજકીય વિશ્લેષકોના મતે આનંદીબેન પટેલે પાટીદાર સમાજના આંદોલનના કારણે રાજીનામું ધરી દીધું છે. પાટીદાર અનામત આંદોલનના કારણે ભાજપની સ્થિતિ ખરાબ છે, ત્યારે ભાજપ આ સમસ્યાને ઉકેલવાને બદલે વધુ ગુંચવી રહ્યો છે.
અમદાવાદઃ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અચાનક જ વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી સૌને આંચકો આપી દીધો છે. આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદેથી પણ આ રીતે અચાનક જ રાજીનામું આપ્યું હતું અને ફેસબૂક પર તેની જાહેરાત કરી હતી.