સોલા હોસ્પિટલમાં એડમિટ થયા બાદ હાર્દિકે વજન કરાવવાની કેમ ના પાડી દીધી? જાણો વિગત
જોકે ઊર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું કે, પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા માટે મુખ્યમંત્રી નહીં હોય તો પણ મંત્રીઓ ચર્ચા માટે તૈયાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી તરફ હાર્દિકને મળ્યા બાદ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સરકાર સાથે વાટાઘાટ ક્યારે થશે તે સ્પષ્ટ કર્યું નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણી શનિવારે બે દિવસ માટે દિલ્હી જઈ રહ્યા છે ત્યારે પાટીદાર અગ્રણી અને સરકાર વચ્ચે વાટાઘાટો અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે.
ઉપવાસ દરમિયાન 11માં દિવસે હાર્દિકે છેલ્લી વાર વજન કરાવ્યું હતું, જેમાં તેનું વજન 65 કિલો આવ્યું હતું. તેની તપાસ દરમિયાન તેના પલ્સ, બ્લડપ્રેસર, આરઆર, ઓક્સિજનનુ પ્રમાણ નોર્મલ હતું. જોકે તેને ગ્લુકોઝની બોટલ ચઢાવામાં આવી હતી.
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)કન્વીનર હાર્દિક પટેલને તેના ઉપવાસના 14માં દિવસે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત બાદ હાર્દિકને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જોકે હાર્દિકે સવારે મેડિકલ તપાસ દરમિયાન ડોક્ટરને વજન કરાવવાની ના પાડી દીધી હતી તેવું જાણવા મળ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -