અ'વાદઃ વાસનાંધ ગોપીએ કઇ રીતે પ્રેમી સાથે મળી પતાવી દીધો પતિને, જાણો
જમીન દલાલીનું કામ કરતા દશરથની વૈભવી જીવન શૈલી જોઈ ગોપી તેના તરફ આકર્ષાઈ હતી, તો દશરથ ગોપીના રૂપ પર મોહી પડ્યો હતો. આ આકર્ષણ પ્રેમમાં ફેરવાતા બંનેએ સાથે રહેવા માટે મહેશને રસ્તામાંથી હટાવવાનો પ્લાન ઘડ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમળતી વિગતો અનુસાર, ગોપી પટેલ અને આરોપી દશરથ ઠાકોર અગાઉથી જ એકબીજાને જાણતા હતા અને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. આરોપી દશરથ ઠાકોર એસજી હાઈવે પર આવેલી કોસમોસ સ્કૂલમાં સિનિયર કેજીમાં ભણતા પોતાના પુત્રને રોજ મુકવા માટે આવતો હતો. એ જ રીતે ગોપી પણ આ જ સ્કૂલમાં ધોરણ-2માં અભ્યાસ કરતી પુત્રીને રોજ મુકવા માટે આવતી હતી. આવી રીતે ગોપી અને દશરથ એકબીજાના પરિચયમાં આવ્યા હતા અને બાદમાં પ્રેમસંબંધ બંધાયો હતો.
અમદાવાદઃ ધોળકા તાલુકાના ચલોડામાંથી 15 દિવસ અગાઉ મળી આવેલી યુવાનની લાશનો ભેદ ઉકેલાઇ ગયો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, ચંદિસર ગામના વતની મૃતક યુવક મહેશ પટેલની પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હતી. પોલીસના કહેવા પ્રમાણે, આ સમગ્ર કેસમાં મૃતકની પત્ની ગોપી પટેલ અને પ્રેમી દશરથ ઠાકોર સહિત 6 લોકોની ધરપકડ કરી છે.
ગોપી અને દશરથે મહેશને હટાવવા માટે તેની હત્યાની યોજના બનાવી હતી. આ માટે ડિસેમ્બર-2015માં આરોપી દશરથે મૃતક મહેશ પટેલ સાથે પરિચય કેળવ્યો હતો. બાદમાં મહેશ પટેલની કોઇ જમીન વિવાદનો ઉકેલ લાવી આપવાની વાતો કરીને દશરથ ગોપીના ઘરે આવવા જવા લાગ્યો હતો.
પ્લાન મુજબ દશરથે હત્યાના દિવસે બાવળા નજીક ફાર્મ હાઉસમાં જમવાની પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટી બાદ આરોપી દશરથ મહેશ પટેલને પોતાની કારમાં લઈને નીકળ્યો હતો. રસ્તામાં મહેશને મૂઢમાર માર્યા બાદ રોડ પર સુવડાવી તેના પર ગાડી ફેરવી દીધી હતી, ત્યારબાદ મહેશના બાઈકમાં તોડફોડને કરીને ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -