અમદાવાદઃ દીકરાને પ્રેમિકા સાથે સંબંધ રાખવા માતા જ કરે છે દબાણ, પત્નીએ ફરિયાદમાં બીજું શું કહ્યું

તેણે જણાવ્યું કે, જીનલ, સુહાસ અને સાસરિયાં દહેજને લઇને ત્રાસ આપવાનું શરૂ કરી છૂટાછેડાની માગણી કરી હતી. જીનલ અને સુહાસ છેલ્લા બે વર્ષથી લિવ ઇન રિલેશનશીપમાં રહે છે. જેથી કંટાળી પલકે પતિ, સાસરિયાં અને જીનલ સામે પોલીસ ફરિયાદ કરી હતી.
પલકે પોલીસ ફરિયાદમાં નોંધાવ્યું કે, તેના પતિને લગ્નેતર સંબંધો છે. પતિ સહિત સાસરિયા છૂટાછેડા દબાણ કરે છે. છૂટાછેડા થાય માટે સાસુ પુત્રને તેની પ્રેમિકાની તસવીર વોટ્સએપ ડીપીમાં મુકવા કહે છે.
અમદાવાદઃ એક મહિલાએ પતિ મારઝૂડ કરતો હોવાની કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પત્નીએ ફરિયાદમાં લખ્યું હતું કે, તેના પતિને કોઇ અન્ય યુવતી સાથે લગ્નેતર સંબંધો છે. મારી સાસુ મારા પતિને અન્ય યુવતી સાથે સંબંધો રાખવા માટે ચઢામણી કરે છે. પીડિતાએ આરોપ લગાવ્યો કે, મારી સાસુ જ દીકરાને તેની પ્રેમિકાનો ફોટો વોટ્સેપ પર ડીપી પર રાખવા દબાણ કરે છે.
મળતી વિગતો અનુસાર, નવા નરોડામાં રહેતી 26 વર્ષીય પલક (કાલ્પનિક નામ)ના લગ્ન 1 ડિસેમ્બરના રોજ સુહાસ (કાલ્પનિક નામ) સાથે થયા હતા. પલક અને સુહાસને છ વર્ષની દીકરી છે. લગ્નના થોડા સમય બાદ સુહાસને જીનલ (કાલ્પનિક નામ) નામની યુવતી સાથે લગ્નેતર સંબંધો બંધાયા હતા. થોડા સમય બાદ પલકને જીનલ અને સુહાસના સંબંધો હોવાની જાણ થતાં તેણે સુહાસને આ અંગેની પૂછપરછ કરી હતી. જેને કારણે ગુસ્સે થયેલા સુહાસ પલક સાથે મારપીટ કરી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી.