અમદાવાદઃ કોન્સ્ટેબલે કારમાં પરાણે સેક્સ માણ્યાનો યુવતીએ કર્યો આક્ષેપ, તપાસમાં શું થયો ધડાકો ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફરિયાદમાં યુવતીના જણાવ્યા પ્રમાણે, મહેશની અલ્ટો કારમાં તેઓ જલધારા વોટર પાર્ક પાસે બેઠા હતા. દરમિયાન કારમાં રાખેલી પાણીની બોટલમાંથી મહેશે મને પાણી આપ્યું હતું. ત્યારબાદ હું બેભાન થઇ ગઇ હતી. દરમિયાન મહેશે મારા પર બળાત્કાર ગુજાર્યો હતો. આખરે રીટા ભાનમાં ન આવતા કોન્સ્ટેબલ મહેશે તેને રામોલની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરી દીધી હતી. ઘટનાની જાણ રીટાના પરિવારને થતા તેઓ દોડી આવ્યા હતા.
અમદાવાદઃ મણિનગર વિસ્તારમાં એક યુવતીએ પોલીસ કર્મચારી પર લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદને લઇને ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવતીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે તેના પ્રેમીને ફસાવવા માટે બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારી સાથે તેને પ્રેમ સંબંધ છે અને તે લગ્ન માટે ના પાડતો હોવાના કારણે તેણે આ તરકટ રચ્યું હતું.
મહિલાએ પોલીસ સમક્ષ સોગંદનામું કરી આ અંગે સમાધાન કર્યું હતું. થોડા સમય અગાઉ યુવતી મહેશને લગ્ન માટે બળજબરી કરતી હતી પરંતુ મહેશ પરણિત હોવાથી લગ્ન કરવાની ના પાડી હતી. થોડા દિવસ અગાઉ યુવતીએ મહેશને જલધારા પાસે મળવા બોલાવ્યો હતો ત્યારે પણ મહેશે તેની વાત સાથે સહમત થયો નહોતો. જેથી યુવતીએ સાંજે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
યુવતીએ અગાઉ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે થોડા સમય અગાઉ ઝોન-6માં ફરજ બજાવતાં મહેશ દેસાઇના સંપર્કમાં આવી હતી. મહેશે લગ્નની લાલચ આપીને તેને પોતાની જાળમાં ફસાવી હતી. યુવતીએ આરોપ લગાવ્યો હતો કે મહેશ તેને કારમાં બેસાડીને મણિનગર વિસ્તારમાં લઈ ગયો હતો. અહીં તેઓ કારમાં બેઠા હતા અને તેને કોઈ કેફી પીણું પીવડાવતાં તે બેભાન થઈ ગઈ હતી. જેનો લાભ લઈ મહેશે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -