અમદાવાદઃ યુવતીએ એવું તે શું કહ્યું કે જાન લીલા તોરણેથી પાછી ગઈ? જાણો
અમરાઇવાડીમાં હબીબ શેઠની ચાલીમાં રહેતી અને ટીવાયબીકોમમાં અભ્યાસ કરતી યુવતીએ રામોલ પોલીસ સ્ટેશનમાં બે લોકો સામે ફરિયાદ કરી છે. યુવતીની સગાઇ વસ્ત્રાલની રામેશ્વર સોસાયટીમાં રહેતા સંજય રામચંદ્ર ચૌહાણ સાથે થઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, સંજયના પિતા પિયરપક્ષવાળાને બીભત્સ ગાળો બોલવા લાગ્યા હતા. જેને કારણે મામલો બીચક્યો હતો અને સંજય અને તેના પિતા રામચંદ્ર યુવતીના કાકા પર હુમલો કરી દીધો હતો અને માર મારવા લાગ્યા હતા. તેમને છોડાવવા જતાં બંને પક્ષ વચ્ચે મારામારી થઈ ગઈ હતી. મામલો બીચકતા જાન પરણ્યા વગર જ પરત ફરી હતી. આ ઘટના બાદ યુવતી સીધી રામોલ પોલીસ સ્ટેશન પહોંચી ગઇ હતી અને સંજય અને તેના પિતા વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી.
સંજયે ભાવી પત્ની સાથે અલગ અલગ સ્ટાઇલથી ફોટા પડાવવાનું કહ્યું હતું. જોકે, યુવતીએ સંજયને આ પ્રકારના ફોટા પાડવાની ના પાડી દેતાં તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને લગ્ન નથી કરવા તેમ કહી રૂમની બહાર જતો રહ્યો હતો. એટલું જ નહીં, હોલમાં જઇને તેણે બૂમો પાડીને મારે લગ્ન નથી કરવા તેમ કહ્યું હતું. સંજયની બૂમો સાંભળીને યુવતીના પિતા અને સગાંસંબંધીઓ સંજયના પિતા રામચંદ્રને સમજાવવા લાગ્યાં હતાં.
અમદાવાદ: શહેરના રામોલ વિસ્તારમાં ગઈ કાલે યોજાયેલા લગ્ન પ્રસંગમાં ફોટા પડાવવાની બાબતે બબાલ થતાં જાન લીલા તોરણેથી પરત ફરી હતી. અલગ અલગ સ્ટાઇલથી ફોટા પાડવાની યુવતીએ ના પાડતાં વર-વધૂ વચ્ચે બબાલ થઈ હતી. આ પછી વરરાજાએ લગ્નની ના પાડતાં બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી.
ગઇ કાલે તેમના લગ્ન રામોલના કુશાભાઉ ઠાકરે હોલમાં રખાયાં હતાં. રાતે સંજય જાન લઇને આવ્યો હતો. જાનૈયાના સ્વાગત પછી જરૂરી પૂજા કરીને ભોજન સમારંભ શરૂ કર્યો હતો ત્યારે મોડી રાતના સાડા અગિયાર વાગ્યાની આસપાસ હોલના એક રૂમમાં નવવધૂનું ફોટોશૂટ ચાલતું હતું, તે સમયે સંજય પણ રૂમમાં આવીને નવવધૂ સાથે ફોટા પડાવવા લાગ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -