સસરા મારી જાતિય સતામણી કરતાઃ યુવતીની ફરિયાદમાંથી ઉભો થયો મહિલા પોલીસ લાંચ કાંડ
અમદાવાદઃ અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનની બે કોન્સ્ટેબલ લાંચ કેસમાં ઝડપાઈ અને પોલીસ ઈન્સ્પેક્ટર દિવ્યા રાવિયા ફરાર છે એ ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. જો કે લાંચ માગવા કરતાં રસપ્રદ ઘટનાક્રમ મહિલા પોલીસે જે કેસમાં લાંચ માગી તે કેસનો છે. આ ઘટનાક્રમ કોઈ ફિલ્મની વાર્તાને ટક્કર મારે એવો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએસીબીએ તરત છટકું ગોઠવીને બે મહિલા કોન્સ્ટેબલ કપિલા અને રમીલાને ઝડપી લીધી જ્યારે રાવિયા ફરાર થઈ ગયાં. આ કેસમાં દલાલી કરનારી મહિલા એડવોકેટ પંચાલ પણ ઝડપાઈ ગઈ છે. આ ઘટના પછી ગુજરાત હાઈકોર્ટે બુધવારે સેટેલાઈટ પોલીસ સ્ટેશનને યુવતીનાં સાસરિયાંના આક્ષેપો અંગે તપાસ કરવા આદેશ આપ્યો છે.
સેટેલાઈટ પોલીસે ફરિયાદ લેવા ઈન્કાર કર્યો એટલે બંનેએ હાઈકોર્ટમાં ફરિયાદ કરી. ગયા સપ્તાહે મહિલા પોલીસ સ્ટેશને તેમને બોલાવાયા હતા. અહીં દિવ્યાએ ધરપકડ રોકવા અને યુવતી સામે એફઆઈઆર નોંધવા પહેલાં 15 લાખ માંગેલા ને પછી 10 લાખ રૂપિયા પર વાત સેટ થયેલી. બંનેએ એસીબી જોઈન્ટ ડિરેક્ટર સમશેરસિંહનો સંપર્ક કર્યો.
બીજી તરફ એક મહિના પહેલાં યુવતીના પતિ અને સસરા પર એક વાહન ચડાવી દેવાનો પ્રયાસ કર્યો. બંને તેમાં ચમત્કારિક રીતે બચી ગયા. પાછળથી તેમને ખબર પડી કે આ તો તેમની હત્યા કરવાનું કાવતરૂં હતું. બંનેએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને ફરિયાદ કરી કે તેમની પુત્રવધૂ તેમની હત્યા કરી નાંખવા પ્રયત્ન કરે છે.
ઝગડાથી કંટાળીને યુવતી પતિને છોડીને પિયર પાછી આવતી રહી અને ડિવોર્સ માટે અરજી કરી. જો કે પતિએ ડિવોર્સ આપવા ઈન્કાર કર્યો હતો. યુવતીએ તેના સસરાને આ માટે જવાબદાર ગણાવીને મહિલા પોલીસ સ્ટેશનમાં તેના સસરા સામે છેડતી અને જાતિય સતામણીની ફરિયાદ નોંધાવી. દિવ્યા રાવિયા આ કેસની તપાસ કરતાં હતાં.
આ કેસ જે યુવતીની જાતિય શોષણ અને ઘરેલુ હિંસાને લગતી ફરિયાદના કારણે ઉભો થયો એ યુવતી સેટેલાઈટની એક બિઝનેસ ફર્મમાં નોકરી કરતી હતી. અહીં તે માલિકના પુત્રના પ્રેમમાં પડી અને બંને પરણી ગયાં. તેના કારણે પિતા-પુત્ર વચ્ચે અણબનાવ થઈ ગયેલો. જો કે યુવતી અને તેના પતિ વચ્ચે પણ બહુ જલદી ઝગડા શરૂ થઈ ગયેલા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -