અમદાવાદઃ 21 વર્ષનો યુવક 35 વર્ષની ડિવોર્સી યુવતીને પરણ્યો, પરિવારે લગ્ન તોડાવવા મામીને બોલાવી ને...
અમદાવાદઃ શહેરના નિકોલમાં રહેતા 21 વર્ષીય યુવકે પરિવારને જાણ કર્યા વગર જ 35 વર્ષીય ડિવોર્સી યુવતી સાથે લગ્ન કરી લેતાં પરિવારે તેમને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, યુવક પર પણ લગ્ન સંબંધ તોડી નાંખવા દબાણ કર્યું હતું. જોકે, યુવક લગ્ન તોડવા રાજી ન થતાં યુપીથી તેની મામીને સમજાવવા બોલાવવી પડી હતી. જોકે, રાહુલે મામી સાથે જ સંબંધો શરૂ કરી દેતાં હવે વાત વણસી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, સમજાવવા આવેલી કામિની સાથે જ રાહુલને આંખ મળી ગઈ હતી. તેમજ છેલ્લા બે મહિનાથી મામી-ભાણેજ વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. આ પછી પરેશને યુપી મોકલી દેવાયો હતો. બીજી તરફ પ્રિયા પરેશને વારંવાર પોતાને સ્વીકારવા કહેતી હતી. પરંતુ પરેશે ઇનકાર કરી દેતાં પ્રિયાએ 181 મહિલા હેલ્પાઇનની મદદ માગી હતી.
આ અંગેની વિગત એવી છે કે, 35 વર્ષીય પ્રિયા(નામ બદલ્યું છે) છૂટાછેડા પછી સિંગરવા ખાતે છ વર્ષીય દીકરી સાથે રહે છે. તેની પાડોશમાં 21 વર્ષીય પરેશ(નામ બદલ્યું છે) રહે છે. બંને પાડોશીઓ વચ્ચે સારા સંબંધ હોવાથી એકબીજના ઘરે આવતાં-જતાં હતાં.
દરમિયાન પ્રિયા અને પરેશને પ્રેમ થઈ ગયો હતો. ત્રણ વર્ષના લાંબા પ્રેમસંબંધ પછી બંનેએ પરિવારની જાણ બહાર કોર્ટ મેરેજ કરી લીધા હતા. રાહુલના ઘરે આ વાત ખબર પડતાં તેમણે પ્રિયાને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. પરેશ સંબંધ તોડવા તૈયાર ન થતાં તેમણે યુપીથી તેની 37 વર્ષીય મામી કામિની(નામ બદલ્યું છે)ને સમજાવટ માટે બોલાવી હતી.
કાઉન્સેલર તરફથી પરેશ અને તેના પરિવારને સમજાવવાનો પ્રયાસ કરવામા ંઆ્યો હતો. જોકે, તેઓ માનવા તૈયાર ન થતાં તેમણે પ્રિયાને નિકોલ પોલીસ સ્ટેશનમાં અરજી કરવાનું જણાવ્યું હતું. પ્રિયાએ પોલીસ સ્ટેશનમાં હાલ આ અંગે અરજી કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -