બિઝનેસ મેનેજમેન્ટ સંસ્થા 'શાંતિ બિઝનેસ સ્કૂલ'માં ' યુથ મોડેલ યુનાઈટેડ નેશન્સ' કાર્યક્રમ યોજાયો.
યુથ મોડેલ યુનાઈટેડ નેશન્સ કાર્યક્રમમાં યુનાઈટેડ નેશન્સની અલગ અલગ સમિતિની કાર્યપ્રણાલિનું અનુકરણ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં વૈશ્વિક સમસ્યાઓ,આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રશ્નો, બે દેશો વચ્ચેના પ્રશ્નો, કે દેશના આંતરિક પ્રશ્નો ઉપર યુવાનો દ્વારા ચર્ચા અને તેના નિરાકરણ વગેરે પર મોકડ્રિલ કરવામાં આવે છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને યુનાઈટેડ નેશન્સની કાર્યપધ્ધતિ થી પરિચિત કરાવવાનો છે. શાંતિ બિઝનેસ સ્કૂલ યુવા વિદ્યાર્થીઓમાં મેનેજમેન્ટ સ્કિલ ના વિકાસ સાથે તેમનામાં રહેલ લિડરશીપ, ઇફેક્ટિવ કોમ્યુનિકેશન સ્કિલ , ડિબેટ કરવાની કળા વગેરે જેવા ગુણો બહાર આવે અને ભવિષ્યમાં સારા લીડર્સ તૈયાર થઈ શકે તે માટે આ પ્રકારના કાર્યક્રમોને પ્રોત્સાહન આપતી રહે છે.
અમદાવાદઃદેશ અને વિદેશમાં સમયાંતરે યુવાનો માટે યોજાતો યુથ મોડેલ યુનાઈટેડ નેશન્સ કાર્યક્રમ હાલમાંજ અમદાવાદ સ્થિત ગુજરાતની અગ્રગણ્ય બિઝનેસ મેનેજમેન્ટ સંસ્થા શાંતિ બિઝનેસ સ્કૂલમાં યોજાયો. આ કાર્યક્રમમાં સમગ્ર ભારતમાંથી આવેલા 150 જેટલા યુવા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
જેમાંથી યુવા વિદ્યાર્થીઓની 6 કમિટી જેવી કે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી અંતર્ગત 'ઇમરજેન્સી સ્પેશ્યલ સેશન' (યુ.એન.જી.એ- ઈ.એસ.એસ), યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમ (યુ.એન.ઓ. ડી.સી), ઇન્ટરનેશનલ ન્યુઝ એજન્સી (આઈ.એન.એ ), યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી અંતર્ગત 'ડીસઆર્મામેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ સિક્યોરિટી કમિટી' બનાવવામાં આવી હતી. આ સમિતિઓને લગતા પ્રશ્નો વિશે ચર્ચા- વિચારણા કરી હતી.