આણંદ: હાઈવે પર દર્શન કરીને પરત ફરી રહેલ કારને અકસ્માત, ઘટનાસ્થળે જ 6નાં મોત
અમદાવાદ વડોદરા ને.હા 8 પર આવેલ અડાસ પાસે ડમ્પર કાર વચ્ચે અકસ્માત સર્જાતા 6નાં મોત નિપજ્યાં હતાં. ત્યારે નવી નક્કોર કારની એર બેગ ખુલી ગઇ હતી. તેમ છતાં ડમ્પરની ભારે ટક્કરને કારણે કારનો ભુક્કો બોલાઇ જતાં એર બેગ પણ કામ આવી ન હતી. આખરે એરબેગના ફુરચેકુરચા નીકળી હતાં.
ત્યારે ઝાડેશ્વરના પરિવારની કારને અડફેટમાં લેતાં કારનો ભુક્કો બોલી ગયો હતો. જેથી કારમાં બેઠેલ બે પુરુષ, ત્રણ મહિલા સહિત એક બાળકને ગંભીર ઈજા પહોંચતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવના પગલે વાસદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
કાર બપોરે અઢી વાગ્યાના અરસામાં અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે 8 પર આવેલ અડાસ ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે વહેરાખાડીથી રેતી ભરેલ ડમ્પર ચાલક રામપુરા થઈને અડાસ હાઇવે પર રોગ સાઈડે પસાર થઇ રહ્યો હતો.
ભરૂચ ખાતે રહેતા નટવરભાઇ ધનજીભાઇ પટેલ અને ઝાડેશ્વર ખાતે રહેતા વિધીબેન પટેલનો પરિવાર સંબંધીઓ સાથે નવી કાર લઈને ગણપતપુરા ગણેશજીના દર્શને વહેલી સવારે નીકળ્યા હતાં. દર્શન કરીને બપોરે ગણપતપુરાથી ઘરે પાછા જવા નીકળ્યા હતાં.
આણંદઃ ભરૂચના ઝાડેશ્વરના પટેલ પરિવાર સંબંધી સાથે ગણપતપુરા દર્શને ગયા હતાં. દર્શન કરીને કાર લઈને પરત ફરતી વખતે અમદાવાદ-વડોદરા ને.હા 8 પર અડાસ પેટ્રોલપંપ પાસે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. રેતી ભરીને આવેલા ડમ્પર ચાલકે 6 કિ.મીનું અંતર બચાવવા માટે રોગસાઈડે આવીને કારને અડફેટમાં લીધી હતી. જેમાં કારમાં સવાર તમામ 6 વ્યક્તિઓના મોત નિપજ્યાં હતાં. આ બનાવના પગલે ઘેરા શોકનું મોજુ ફરી વળ્યું હતું.