કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવાની કામગીરી કેટલા સમયમાં પૂરી કરાશે ? વાઘાણીએ શું આપી ખાતરી ?
તેમણે સૌ પ્રથમ ઉપવાસ પર બેઠેલા જગદીશભાઈ પટેલ અને ગોપાલભાઈ પટેલના ખબર અંતર પૂછ્યા હતા. સરકાર અને પક્ષ તમારી સાથે છે. કેન્દ્ર સરકારને વહેલી તકે પ્રસ્તાવ મોકલીશું દરજ્જો અપાવા માટેની બાહેંધરી આપી છે. આ માટે સમિતિની રચના કરવામાં આવશે. ત્યારબાદ આ અંગેનો નિર્ણય લેવામાં આવશે.
તેમણે મૌખિક બાહેંધરીની લોલીપોપ આપી કરમસદવાસીઓને પારણાં કરાવ્યાં હતાં. હાર્દિક અહી આવતો હોવાની વાતથી ભાજપમાં ફડફડાટ ફેલાઇ ગયો હતો અને જેથી અચાનક બપોરે ત્રણ વાગ્યે ભાજપના નેતાઓ ઉપવાસી છાવણીમાં આવી ગયા હતા.
ભાજપ હાર્દિક પટેલથી ડરી ગયું હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. જેથી જીતુ વાઘાણીએ ઝડપથી કરમસદ પહોંચી આંદોલનકારીઓને મૌખિક વચન આપી આંદોલન સમેટ્યું હતું. વાઘાણીની સાથે સાંસદ દિલીપભાઈ પટેલ અને અન્ય ભાજપના આગેવાનો પણ પહોંચ્યા હતા.
સરકાર તરફથી ખાતરી મળતા જગદીશભાઇ પટેલ અને મહેન્દ્રભાઇ પટેલે જીતુ વાઘાણીના હાથે પારણા કર્યા હતા. જોકે, ગામ લોકોમાં એવી ચર્ચા પણ ચાલી રહી હતી કે પાટીદાર નેતા હાર્દિક પટેલ કરમસદ આવે તે અગાઉ ભાજપે પારણા કરાવી દીધા હતા.
આણંદઃ કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવાની માંગણી સાથે છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા આંદોલન સમેટાઇ ગયું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવાની પ્રક્રિયા છ માસમાં પૂર્ણ કરવાની બાંયધરી આપી આંદોલનકારીઓને પારણા કરાવ્યા હતા.
સરકારના પ્રતિનિધિ તરીકે જીતુ વાઘાણીએ ઉપવાસીઓ સાથે ચર્ચા કરી હતી. સરકારે વચન આપ્યું હતું કે, તેઓ કલેક્ટરને સાથે રાખીને ટૂંક સમયમાં જ કમિટિની રચના કરી ગ્રામજનોની માંગણીઓને પૂર્ણ કરશે.