✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

NRIના 12 વર્ષના દીકરાનું અપહરણ, માંગી 15 લાખની ખંડણી, પોલીસે કલાકોમાં ઝડપ્યા અપહરણકારોને

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Jul 2016 10:09 AM (IST)
1

અમદાવાદ: અમેરિકાના બોસ્ટનમાં રહેતા એનઆરઆઈના દીકરાના અપહરણના કેસમાં પોલીસે 32 કલાકના ઓપરેશન પછી છોકરાને હેમખેમ પાછો લાવવામાં સફળતા મેળવી છે. 12 વર્ષના આ છોકરાને છોડવાના બદલામાં 15 લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી.

2

ચાંદલોડિયાના વિષ્ણુભાઇ પટેલ હાલ અમેરિકાના બોસ્ટનમાં સ્ટોરમાં નોકરી કરે છે. તેમનાં પત્ની સોનલબેન અને 12 વર્ષનો દીકરો જય સિલ્વર સ્ટાર પાસેના માધવ ફલેટમાં રહે છે. જય નાલંદા સ્કુલમાં પાંચમા ધોરણમાં ભણે છે. સોમવારે સવારે જય સ્કૂલે જવા નીકળ્યો પછી પાછો નહોતો આવ્યો.

3

પોલીસ જયને હેમખેમ પાછી લઈ આવી પછી મોડી રાત્રે સોલા પોલીસ સ્ટેશન ખાતે જયને તેની માતાને સોંપી દેવાયો હતો. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધો હોવાનું મનાય છે. પોલીસ આ બપોરે પત્રકાર પરિષદ કરીને આ સમગ્ર ઘટના અંગે માહિતી આપશે અને આરોપીઓની ઓળખ પણ છતી કરશે.

4

સોનલબેન પર બપોરે પર ફોન આવ્યો હતો અને અજાણ્યા શખ્શે જયના છૂટકારા માટે રૂપિયા 15 લાખ માગતા સોનલબેને પોલીસને જાણ કરી હતી. પોલીસે તરત સક્રિય થઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલ લોકેશનના આધારે તપાસ શરૂ કરીને ગણતરીના કલાકોમાં અપહરણકારોને નડિયાદથી ઝડપી પાડ્યા હતા.

  • હોમ
  • આણંદ
  • NRIના 12 વર્ષના દીકરાનું અપહરણ, માંગી 15 લાખની ખંડણી, પોલીસે કલાકોમાં ઝડપ્યા અપહરણકારોને
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.