ઉમરેઠઃ માતા પ્રેમી સાથે રંગરેલીયા મનાવતી હતી ને આવી ગઈ દીકરી, અંજામ જાણ હચમચી જશો
મૃતક સગીરાના મામાનો આક્ષેપ છે કે, તેમની ભાણી માતા અને તેના પ્રેમીને કઢંગી હાલતમાં જોઇ જતાં તેમણે તેને ધોકાથી મૂઢ માર માર્યો હતો. જેને કારણે તેને ગંભીર ઇજાઓ થઈ હતી. આ પછી તેને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.
ઉમરેઠઃ તાલુકાના ઝાલાબોરડી ગામમાં માતાએ આડાસંબંધમાં પોતાની જ દીકરીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. 15 વર્ષીય સગીરાને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો આક્ષેપ ખૂદ તેના મામાએ કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે.
જેને કારણે સગીરાનું બુધવારે મોત નીપજ્યું હતું. મૃતક કિશોરીના મામા દ્વારા કરાયેલો આક્ષેપ કેટલા સાચા છે, તે તો તપાસ પછી ખબર પડશે. બીજી તરફ આ મામલે ભાલેજ પોલીસ દ્વારા સઘન તપાસ કરીને ફરિયાદ લેવામાં આવે તે માટે ફેક્સ કરીને આણંદ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, ઠાસરા ખાતે રહેતા મૃતક કિશોરીના મામાને બે દિવસ પહેલા ભાણીનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તેની માતા અને તેમના સંબંધી અરવિંદભાઈ પરમારને આડા સંબંધ છે અને તેમણે તે કઢંગી હાલતમાં જોઈ ગઈ હતી. બંને વચ્ચે છેલ્લાં કેટલાંય સમયથી આડો સંબંધ હતો. જોકે, આ ફોન આવ્યાના બે દિવસ પછી તેમની ભાણીનું મોત નીપજ્યું હતું.