ગુજરાત ચૂંટણીઃ 182 ઉમેદવારોમાંથી કયા બે ઉમેદવારોએ 1 લાખ કરતાં વધારે મતોથી મેળવી જીત, જાણો વિગતે
સુરતની ચોયાર્સી બેઠક પરથી ભાજપના ઝંખના પટેલ 110819 મતથી વિજેતા બન્યા છે. ઝંખના પટેલને 173882 જ્યારે કોંગ્રેસના ઉમેદવાર યોગેશ પટેલને 63063 વોટ મળ્યા છે. 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના રાજાભાઈ 67638 વોટથી જીત્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ચૂંટણી નહીં લડવાની કરેલી જાહેરાત બાદ ભાજપે ભૂપેન્દ્ર પટેલને ટિકિટ ફાળવી હતી. આનંદીબેનની જેમ ભૂપેન્દ્રભાઇ પણ 117750 વોટની જંગી બહુમતીથી વિજયી બન્યા હતા. 2012માં આનંદીબેન 110395 વોટથી વિજેતા બન્યા હતા.
અમદાવાદઃ સોમવારે ગુજરાત વિધાનસભા ચૂંટણીના 182 બેઠકોના પરિણામ જાહેર થયાં. આ ચૂંટણીમાં અમુક ઉમેદવારો પાતળી સરસાઇથી વિજેતા બન્યા, જ્યારે આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ ઉમેદવારો જંગી બહુમતી સાથે જીત્યા. આ ઉપરાંત 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 5,51,431 મતદારોએ નોટાનું બટન દબાવ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત જ નોટાનો ઉપયોગ થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -