Maha Shivratri 2024:આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 8 માર્ચ, 2024 ના રોજ છે.સૂર્યોદયના સમયે શ્રવણ નક્ષત્ર હશે, શુભ સમય રાત્રે 9:57 વાગ્યાથી શરૂ થશે અને 9 માર્ચ, શનિવારે સાંજે 6:17 સુધી ચાલશે. પ્રદોષ કાળમાં મુહૂર્ત પૂજા સાંજે 6.41 થી 12.52 સુધી કરી શકાય છે. 


 જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહાવ્રત પૂજા હંમેશા પ્રદોષ, નિશિથ કાળમાં કરવી જોઈએ. આ દિવસે ચાર કલાક ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે.


ચાર પ્રહરમાં આ સમયે કરો પૂજા અભિષેક



  •  1.પ્રથમ પ્રહર---સાંજે 6:18 થી 9:28 સુધી.

  • 2.બીજો પ્રહર - સવારે 9.29 થી 12.34 મધ્યરાત્રિ સુધી.

  • 3.ત્રીજો પ્રહર - સવારે 12.40 થી 3.50 સુધી.

  • 4ચતુર્થ પ્રહર - સવારે 3:51 થી 7:10 (9 માર્ચ).

  • નિશીથ કાલ - મધ્યરાત્રિ 12.15 થી 1.6.

  •   8/9મી માર્ચ અને શુક્રવાર/શનિવારના રોજ આવતી આ મહાશિવરાત્રીનું જ્યોતિષશાસ્ત્રમાં ઘણું મહત્વ છે. 8 માર્ચથી શરૂ કરીને 9 માર્ચ, 2024 ને શનિવારે સવારે મહાશિવરાત્રી વ્રત તોડવામાં આવશે. મહાશિવરાત્રીના આ અવસરે  ચંદ્ર અને શનિ કુંભ રાશિમાં રહેશે અને મંગળ મકર રાશિમાં રહેશે. બુધ મીન રાશિમાં અને સૂર્ય કુંભ રાશિમાં રહેશે. ગુરુ મેષ રાશિમાં ગોચર કરી રહ્યો છે, શુક્ર શનિની કુંભ રાશિમાં રહેશે. ગ્રહોની પુનરાવૃત્તિથી સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે.મહાશિવરાત્રિના અવસરે મહાદેવના પૂજા અભિષેકન સાથે  રુદ્રાભિષેકનું પણ વિશેષ મહત્વ છે. કામના પૂર્તિ મહાશિવરાત્રીની દિવસે રુદ્રાભિષેકનું કરવાથી  મહાદેવ મનોકામનાની પૂર્તિ કરે છે.


Mahashivratri 2024: મહાશિવરાત્રી પર શું ઘરમાં શિવલિંગની પૂજા કરવી જોઇએ? જાણો શું છે નિયમો?


શિવલિંગને લઈને કેટલાક લોકોની માન્યતા છે કે ઘરમાં શિવલિંગ ન રાખવું જોઈએ. તેથી મોટાભાગના લોકો મહાશિવરાત્રી પર નજીકના શિવ મંદિરોમાં અભિષેક કરવા જાય છે. જોકે શિવલિંગને ઘરમાં રાખવાથી કોઈ નુકસાન નથી, પરંતુ ભગવાન શિવના શક્તિશાળી પ્રતીક એવા શિવલિંગને ઘરમાં જ સ્થાપિત ત્યારે જ  કરવું જોઈએ જો આપણે તેનો દરરોજ અને નિયમિત રીતે જળાભિષેક કરીએ. જો સમયના અભાવે કે સ્વાસ્થ્ય વગેરેના કારણે શિવલિંગ પર નિયમિત જળાભિષેક ન કરવામાં આવે તો શિવલિંગ ઘરમાં ન રાખવું જોઈએ. નહિંતર તમારે ભગવાન શિવના ક્રોધનો સામનો કરવો પડી શકે છે અથવા કોઈ મોટા અનિષ્ઠનો સામનો કરવો પડી શકે છે. અહીં અમે વાત કરીશું કે જો ઘરમાં શિવલિંગ હોય તો કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે હિન્દુ માન્યતાઓ અનુસાર શિવલિંગ પર જળાભિષેક કરવાથી ભોલેનાથ ખૂબ જ ઝડપથી ભક્ત પર પોતાના આશીર્વાદ વરસાવે છે.


* શિવપુરાણ અનુસાર શિવલિંગને ઘરમાં સ્થાપિત કરવાથી કોઈ દોષ નથી, પરંતુ ધ્યાન રાખો કે ઘરમાં હાથના અંગૂઠાના પહેલાં ભાગથી મોટું શિવલિંગ રાખવું જોઇએ નહીં. ખૂબ મોટા કદના શિવલિંગની પૂજા કરવાથી અશુભ ફળ મળે છે. મોટું શિવલિંગ માત્ર મંદિરોમાં જ સ્થાપિત કરવું જોઈએ, ઘર માટે નાનું શિવલિંગ શુભ રહે છે. શિવ પુરાણ અનુસાર, શિવલિંગ સાથે જ ગણેશજી, દેવી પાર્વતી, કાર્તિકેય સ્વામી અને નંદીની નાની પ્રતિમા પણ રાખવી જોઈએ.


* ભગવાન શિવનો જળાભિષેક કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે શિવલિંગ પર સ્ટીલ કે લોખંડના વાસણથી જળાભિષેક ન કરવો જોઈએ. આ અશુભતાનો સંકેત આપી શકે છે. હિન્દુ ધર્મના શાસ્ત્રો અનુસાર શિવલિંગ પર તાંબાના વાસણથી જ જળાભિષેક કરવો વધુ સારું છે, જો તાંબાનું વાસણ ઉપલબ્ધ ન હોય તો પિત્તળના વાસણનો પણ ઉપયોગ કરી શકાય છે.


* ઘરમાં શિવલિંગની સ્થાપના કરતા પહેલા જળાભિષેક તમારા ચહેરાને ઉત્તર દિશા તરફ રાખીને કરો. આનાથી વિપરીત ભૂલથી પણ પશ્ચિમ અને દક્ષિણ દિશા તરફ મુખ કરીને શિવલિંગનો જળાભિષેક ન કરવો જોઈએ. નિયમિત રીતે જળાભિષેક કરવાથી ભગવાન શિવની સાથે સાથે માતા પાર્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.


* ઘરમાં ભગવાન શિવની મૂર્તિ કે પ્રતિમા લગાવતા સમયે એ વાતનું ધ્યાન રાખો કે ભગવાન શિવની તસવીર કે પ્રતિમા ક્રોધિત મુદ્રામાં ન હોય. આવા ચિત્રો અથવા મૂર્તિઓના કારણે પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા અને વિખવાદ થાય છે


* મહાશિવરાત્રીના દિવસે જળાભિષેક કરતા પહેલા શિવલિંગને થાળીમાં રાખો, જળાભિષેકનું પાણી અથવા દૂધ, દહીં જે થાળીમાં પડે છે તેને ફ્લાવર પોટમાં નાખો.


-જ્યોતિષાચાર્ય  તુષાર જોશી