Hanuman Jayanati:આજે 6 એપ્રિલ ગુરુવાર અને હનુમાન જયંતીનો શુભ અવસર છે. હનુમાનજીને કળયુગના જાગૃત અને શીઘ્ર પ્રસન્ન થતાં દેવતા માનવામાં આવે છે.આજને શુભ અવસરે આપની રાશિ મુજબ હનુમંતને ભોગ લગાવવાથી આપની જિંદગીના દરેક કષ્ટો કષ્ટભંજન હરી લેશે. જાણીએ બારેય રાશિ મુજબ હનુમંતને પ્રસન્ન કરવાના ઉપાય


મેષ રાશિ


હનુમાન જયંતિ પર - હનુમાન કવચનો પાઠ કર્યા પછી બુંદીના લાડુ ચઢાવો. આમ કરવાથી તમને ઈચ્છિત પરિણામ મળશે.


વૃષભ રાશિ


હનુમાન જયંતિ પર - રામચરિતમાનસના પાઠ કર્યા પછી માલપુઆનો ભોગ ધરાવો. માલપુઆ વાનરને પણ ખવડાવો.કામનાની પૂર્તિ થશે


મિથુન રાશિ


હનુમાન જયંતિ પર - હનુમાનજીને ચઢાવેલું પાન ગાયને ખવડાવો. અરણ્ય કાંડનો પાઠ પણ કરો.


કર્ક રાશિ


હનુમાન જયંતિ પર- પંચમુખી હનુમાન કવચનો પાઠ કર્યા પછી પીળા ફૂલ ચઢાવો અને જળ ચઢાવો. આમ કરવાથી હનુમાનજી પ્રસન્ન થશે.


સિંહ રાશિ


હનુમાન જયંતિ પર - બાલકાંડનો પાઠ કરીને કોઈ ગરીબને રોટલી ખવડાવો. આવું કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે.


કન્યા રાશિ


હનુમાન જયંતિ પર - સુંદરકાંડના પાઠ કર્યા પછી ઘીના 6 દીવા પ્રગટાવો અને તેના પછી હનુમાનજીને રોટલી ધરાવીને કોઈ ગરીબને પ્રસાદ રૂપે  આપો


તુલા રાશિ


હનુમાન જયંતિ પર - બાલકાંડના પાઠ કર્યા પછી, હનુમાનજીને ચોખાની ખીર ધરાવો અને પછી તેને બાળકોને પ્રસાદ રૂપે વહેચી દો.


વૃશ્ચિક રાશિ


હનુમાન જયંતિ પર - હનુમાનાષ્ટકનો પાઠ કર્યા પછી, ગાયને ગોળ સાથે ચોખા ખવડાવો અને હનુમંતને  સાત ત્રિકોણાકાર ધ્વજ અર્પણ કરો.


ધન રાશિ


હનુમાન જયંતિ પર - અયોધ્યા કાંડનો પાઠ કરીને હનુમાનજીને મધ, લાલ ગુલાબની માળા અને સિંદૂર અર્પણ કરો.


મકર રાશિ


હનુમાન જયંતિ પર - કિષ્કિંધા કાંડના પાઠ કર્યા પછી, હનુમાનજીને લાલ મસૂર અર્પણ કરો અને માછલીઓને ખવડાવો.


કુંભ રાશિ


હનુમાન જયંતિ પર- ઉત્તરકાંડનો પાઠ કર્યા પછી હનુમાનજીને ગળી પુરી  ચઢાવો અને પછી કીડિયારૂ પુરો, જીવનમાં અપાર ખુશીઓનું થશે આગમન


મીન રાશિ


હનુમાન જયંતિ પર - હનુમાન બાહુકનો પાઠ કર્યા પછી, હનુમાન મંદિરની છત પર લાલ રંગનો ધ્વજ લહેરાવવો.તમામ કષ્ટો દૂર થશે અને જીવનમાં સુખ શાંતિનું આગમન થશે.


Aaj nu Panchang 6 April 2023: હનુમાન જંયતીના અવસરે આ શુભ મુહૂર્તમાં કરો પૂજા, જાણો આજનો રાહુકાળ


હનુમાન જયંતીનું શુભ મૂહૂર્ત


આ વર્ષે ચૈત્ર માસની પૂર્ણિમાની તિથિ 05 એપ્રિલે સવારે 09.19 કલાકે શરૂ થશે અને 06 એપ્રિલે સવારે 10.04 કલાકે પૂર્ણ થશે. હનુમાન જયંતી 06 એપ્રિલે એટલે કે આજે ઉજવવામાં આવશે.સવારે 06:06 થી 07:40 સુધી, ત્યારબાદ સવારે 10:49 થી 12:23 થી બપોરે 1:58 સુધી. આ દિવસે સાંજના સમયે પણ શુભ સમય રહેશે.


આજનું નક્ષત્ર


પંચાંગ મુજબ 6 એપ્રિલ 2023 ના રોજ હસ્ત નક્ષત્ર રહેશે. હસ્ત નક્ષત્ર એ આકાશનું 13મું નક્ષત્ર છે. તેનો સ્વામી ગ્રહ બુધ છે. હસ્ત નક્ષત્રમાં જન્મેલા લોકો શાંત અને નમ્ર સ્વભાવના હોય છે. હસ્ત નક્ષત્રનો અર્થ થાય છે હાથ, હસ્ત નક્ષત્રના દેવતા સવિતા છે.કન્યાના 10 અંશથી 23 અંશ સુધીના નક્ષત્રને હસ્ત કહેવાય છે. હસ્ત નક્ષત્રનો અર્થ થાય છે ખુલ્લી મુઠ્ઠી અથવા આશીર્વાદ આપનાર હાથ.


આજનો રાહુકાળ


પંચાંગ અનુસાર, 6 એપ્રિલ, 2023, ગુરુવારે રાહુકાલ બપોરે 1.58 થી 3.32 સુધી રહેશે. રાહુકાલમાં શુભ કાર્ય કરવું વર્જિત માનવામાં આવે છે.