PBKS vs RR IPL 2023: પંજાબ કિંગ્સે રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને 5 વિકેટે હરાવ્યું હતું. પંજાબે પ્રથમ બેટિંગ કરતા 197 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાનની ટીમ માત્ર 192 રન જ બનાવી શકી હતી. પંજાબ તરફથી એલિસ નાથને 4 અને અર્શદીપ સિંહે 2 વિકેટ ઝડપી હતી.
રાજસ્થાનની ટીમ સતત અંતરે વિકેટ ગુમાવવાને કારણે હારી
આ મેચમાં 198 રનના ટાર્ગેટનો પીછો કરતા રવિચંદ્રન અશ્વિનને રાજસ્થાન રોયલ્સ તરફથી ઓપનિંગમાં યશસ્વી જયસ્વાલ સાથે મેદાનમાં મોકલવામાં આવ્યો હતો. યશસ્વી જયસ્વાલે પોતાની ઇનિંગના પહેલા બોલ પર સિક્સર ફટકારી હતી, પરંતુ તે પછી 8 બોલમાં 11 રન રમીને પોતાની વિકેટ અર્શદીપને આપી દીધી હતી. આ પછી બેટિંગ કરવા આવેલા જોસ બટલરે અશ્વિન સાથે મળીને સ્કોરને આગળ ધપાવવાનું શરૂ કર્યું.
રાજસ્થાનની ટીમને 26ના સ્કોર પર બીજો ફટકો અશ્વિનના રૂપમાં લાગ્યો હતો જે ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી બટલર અને સેમસન વચ્ચે ત્રીજી વિકેટ માટે 14 બોલમાં 31 રનની ભાગીદારી થઈ હતી. રાજસ્થાનને 57ના સ્કોર પર ત્રીજો મોટો ફટકો જોસ બટલરના રૂપમાં લાગ્યો હતો, જે 19ના વ્યક્તિગત સ્કોર પર નાથન એલિસનો શિકાર બન્યો હતો.
અહીંથી સુકાની સંજુ સેમસને દેવદત્ત પડીકલ સાથે મળીને સ્કોરને આગળ વધાર્યો, જેમાં ચોથી વિકેટ માટે બંને વચ્ચે 34 રનની ભાગીદારી જોવા મળી હતી. સેમસન 25 બોલમાં 42 રનની શાનદાર ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. રાજસ્થાનની ટીમે 124ના સ્કોર સુધી તેની 6 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી.
શિમરોન હેટમાયરે આ મેચમાં ટીમને જીત અપાવવા માટે ઝડપી રન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પણ 18 બોલમાં 35 રનની ઝડપી ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો અને રાજસ્થાનની ટીમને આ મેચમાં 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં પંજાબ તરફથી નાથન એલિસે 4 જ્યારે અર્શદીપ સિંહે 2 વિકેટ ઝડપી હતી.
યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (c/wk), દેવદત્ત પડિકલ, રિયાન પરાગ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, કેએમ આસિફ, યુઝવેન્દ્ર ચહલ