Vastu Shastra Lucky Plants For Home:વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા છોડનો ઉલ્લેખ છે, જેના પ્રભાવથી  મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.


વાસ્તુનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે. કારણ કે જો આપણું ઘર  વાસ્તુ અનુસાર નિર્માણ પામેલ હોય તો  તો આપણા ઘરમાં સકારાત્મક ઊર્જાના સંચાર બની રહે છે. જેના અનેક લાભ છે. તો . બીજી તરફ જો ઘર વાસ્તુ અનુસાર બનાવવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા ઉપાય આપવામાં આવ્યા છે, જેને અપનાવીને તમે વાસ્તુ દોષોને દૂર કરી શકો છો. આ સાથે તમારા ધન અને સંપત્તિમાં પણ વધારો થઈ શકે છે.


વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક એવા પ્લાન્ટસ છે. જેના ઘરમાં લગાવવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા બની રહે છે અને પરિવારના સભ્યોની પ્રગતિ થાય છે. જાણીએ એવા ક્યાં 4 પ્લાન્ટસ છે.


તુલસીઃ આ છોડ સામાન્ય રીતે દરેકના ઘરમાં જોવા મળે છે. તુલસીનું સેવન સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તો ફાયદાકારક છે જ, સાથે જ તેને આ ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ પણ આવે છે તેવું માનવામાં આવે છે. પરંતુ ઘરની ઉત્તર દિશામાં તુલસીનું વાવેતર કરવું જોઈએ અને વિધિવત પૂજા કરવી જોઈએ. તેમજ સાંજ પછી તુલસીના પાન તોડવા જોઈએ નહીં. આ ઉપરાંત રવિવારે તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ.


શમીઃ આ છોડ શમી દેવ સાથે સંબંધિત માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, જે લોકોની કુંડળીમાં શનિદોષ હોય તેવા લોકોએ પોતાના હાથે શનિનો છોડ લગાવવો જોઈએ. તેમજ તેની પૂજા યોગ્ય રીતે કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ છોડને લગાવવાથી ઘરમાં ક્યારેય પૈસા અને ધનધાન્યની  કમી નથી આવતી અને  વાસ્તુ દોષો દૂર થાય છે. આ સાથે શનિ ગ્રહ પણ સકારાત્મક પરિણામ આપે છે.


હળદરઃ આ છોડને ઘરમાં લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને મૂકવા માટે શ્રેષ્ઠ સ્થાન ઉત્તર અથવા પૂર્વ દિશા માનવામાં આવે છે. આ છોડની રોજ પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ છોડ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે.


મની ટ્રી અથવા બામ્બુ: તેને જેડ પ્લાન્ટ પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેને ઘરમાં લગાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે. તે દરવાજાની નજીકના પ્રવેશદ્વાર પર અંદરથી સ્થાપિત થયેલ હોવું જોઈએ. આ છોડને તડકામાં કે છાંયડામાં ગમે ત્યાં લગાવી શકાય છે. તે ધનને આકર્ષે છે અને ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે.