India Corona Cases Today: ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ  તીવ્ર ગતિએ વધી રહ્યા છે. જોકે છેલ્લા બે દિવસથી ત્રણ લાખથી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે.


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 2,85,914  નવા કેસ નોંધાયા છે અને 665 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2,99,073 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 22,23,018 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 16.16ટકા છે.  


કેટલું ટેસ્ટિંગ થયું


દેશમાં 25 જાન્યુઆરીએ 17,69,745 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.



  • કુલ એક્ટિવ કેસઃ 22,23,018

  • કુલ ડિસ્ચાર્જઃ  3,73,70,971

  • કુલ મૃત્યુઆંકઃ  4,91,127

  • કુલ રસીકરણઃ  163,58,44,536 (જેમાંથી ગઈકાલે 59,50,731 ડોઝ આપવામાં આવ્યા હતા.)  


કેરળમાં 55 હજારથી વધુ કેસ


કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 55,475 કેસ નોંધાયા છે અને 70 લોકોના મોત થયા છે. જ્યારે 30,226 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. કેરળમાં એક્ટિવ કેસની સંખ્યા 2,85,365 છે, જ્યારે કુલ મૃત્યુઆંક 52,141 પર પહોંચ્યો છે.


ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ


ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને દૈનિક મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે  28 લોકોના મોત નીપજ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કાલકમાં 16,608 કેસ નોંધાયા હતા. જ્યારે તેની સામે 17,467 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોવિડથી સાજા થવાનો દર 86.77 ટકા છે. રાજ્યમાં હાલ કુલ 1,34,261 એક્ટિવ કેસો છે. જેમાંથી 255 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 1,34,006 લોકની તબિયત સ્થિર છે. અત્યાર સુધીમાં 98405 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ કુલ 10302 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે.