Vastu Tips : વાસ્તુશાસ્ત્રમાં અનેક એવા ઉપાય દર્શાવવામાં આવ્યા છે. જેના થકી જીવનની તકલીફોને દૂર કરી શકાય, વાસ્તુ દોષમાં જે રીતે વસ્તુ અને તેના પ્રભાવનું મહત્વ છે, તેવી જ રીતે દિશાનું પણ અનેરૂ મહત્વ છે. કેટલીક વખત ખોટી દિશામાં રાખેલી વસ્તુ નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. જેની અસર જીવન પર થયા વિના નથઈ રહેતી. 


વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું વિશેષ મહત્વ છે. ઘરમાં રાખેલી કોઈ પણ વસ્તુને ત્યાં સુધી ફાયદાકારક નથી હોતી જ્યાં સુધી તેને યોગ્ય દિશામાં અને યોગ્ય જગ્યાએ ન રાખવામાં આવે. વાસ્તુ અનુસાર ઉત્તર દિશાને કુબેર દેવતાની દિશા માનવામાં આવે છે. કહેવાય છે કે, આ દિશાને વાસ્તુ દોષથી મુક્ત રાખવાથી ઘરમાં ધન અને અન્નની વૃદ્ધિ થાય છે. નાણાકીય કાર્ય માટે આ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેથી, ઘરની આર્થિક તંગી દૂર કરવા માટે, ઉત્તર દિશાના સંબંધમાં આ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવો જાણીએ કઇ વસ્તુઓ ઉત્તર દિશામાં રાખવી ફાયદાકારક છે.


ઘરની ઉત્તર દિશા હંમેશા ખુલ્લી અને સ્વચ્છ રાખો. આ જગ્યાએ કોઈ ભારે વસ્તુ ન રાખવી. વાસ્તુ અનુસાર જ્યારે ઘરની ઉત્તર દિશા ખાલી હોય ત્યારે ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે.


વાસ્તુમાં ઘરનો મુખ્ય દરવાજો અને બેડરૂમ ઉત્તર દિશામાં બનાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. કહેવાય છે કે ઉત્તર દિશામાં અરીસો લગાવવો શુભ હોય છે. સાથે જ ઘરની ઉત્તર દિશામાં મની પ્લાન્ટ રાખવાથી આર્થિક લાભ થાય છે.


કુબેર દેવતાની મૂર્તિને ઘરની ઉત્તર દિશામાં રાખવી પણ સારો ઉપાય છે. આમ કરવાથી નોકરીની તકો ઉપલબ્ધ થાય છે અને કારકિર્દીમાં પ્રગતિ થાય છે.વાસ્તુમાં કહેવામાં આવ્યું છે કે જો ઘરનું રસોડું ઉત્તર દિશામાં હોય તો રસોડામાં અનાજ હંમેશા ભરેલું રહે છે. આવા લોકોને આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી.


જો પરિવારમાં મતભેદનું વાતાવરણ હોય અથવા પ્રગતિ ન થઈ રહી હોય તો ઉત્તર દિશામાં તુલસીનો છોડ લગાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે, આવું કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. ઉત્તર દિશાની દિવાલો પર વાદળી રંગનું પેન્ટ શુભ રહે છે.  આમ કરવાથી પૈસા કમાવવાના નવા વિકલ્પો ખૂલ્લે છે અને ધનનું આગમન થાય છે.