Mars Transit in Pisces 2024:જ્યોતિષશાસ્ત્રમાં મંગળને હિંમત અને બહાદુરીનો કારક માનવામાં આવે છે. તેની પાસે યોદ્ધા અને સેનાપતિનો દરજ્જો છે. મંગળ સ્વભાવે હિંસક ગ્રહ છે. મંગળ 23 એપ્રિલ, 2024ના રોજ સવારે 08:19 કલાકે મીન રાશિમાં પ્રવેશ કરશે.


મંગળનું આ ગોચર કેટલાક લોકો માટે સારું નહીં રહે. આ ગોચરના કારણે કેટલીક રાશિના લોકોના પ્રેમ જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે. આવો જાણીએ કઈ રાશિ માટે મંગળનું આ ગોચર  મુશ્કેલીઓમાં વધારો કરશે.


મેષ


મંગળ મીન રાશિમાં પ્રવેશવાને કારણે મેષ રાશિના લોકોની સમસ્યાઓ વધી શકે છે. આ લોકોના સંબંધોમાં ઘણા ઉતાર-ચઢાવ આવવાની સંભાવના છે. આ સમય દરમિયાન મેષ રાશિના લોકોને પોતાના સંબંધો સાચવવામાં મુશ્કેલી પડશે. તમે તમારા સંબંધમાં નિરાશ અને નાખુશ અનુભવી શકો છો. જીવનસાથી સાથે તમારું તાલમેલ પણ બગડી શકે છે. આ સમયે તમારે ધીરજ રાખવાની જરૂર પડશે.


સિંહ


સિંહ રાશિના જાતકોએ મંગળના ગોચરને કારણે સાવધાન રહેવું જોઈએ. આ સમયે, તમારા કઠોર શબ્દો તમારા પર ભારે પડી શકે છે. તમારા મોઢામાંથી જે પણ નીકળે છે તે તમારા સંબંધોમાં તિરાડ પેદા કરી શકે છે. સિંહ રાશિના લોકોની નાની બેદરકારી પણ તેમના સંબંધોને બગાડી શકે છે. તમારે તમારા જીવનસાથી સાથે તમારા સંબંધોને ખૂબ જ સમજી વિચારીને આગળ વધારવા પડશે.


તુલા


તુલા રાશિના જાતકો માટે આ ગોચર સારું રહેશે નહીં. તમારા સંબંધોમાં સુખ અને શાંતિ જાળવી રાખવી તમારા માટે મુશ્કેલ બનશે. તમારા બંને વચ્ચે અહંકાર પેદા થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે તમારા ઝઘડા વધી શકે છે. તમારે તમારા જીવનસાથી સાથે કોઈપણ પ્રકારના વિવાદથી બચવું જોઈએ. મંગળનું ગોટર  વિવાહિત લોકો પર પણ નકારાત્મક અસર કરી શકે છે.


વૃશ્ચિક


વૃશ્ચિક રાશિના જાતકોના જીવનસાથી સાથેના સંબંધો બગડી શકે છે. મંગળ તમારા સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે. તમારો અહંકાર તમારા પ્રેમનો દુશ્મન બની શકે છે. તમારા સંબંધોમાં મધુરતા અને પ્રેમ જાળવી રાખવો તમારા માટે મુશ્કેલ રહેશે. તમારે તમારા જીવનસાથી પર વિશ્વાસ વધારવો પડશે. આ રાશિના લોકો માટે આ ગોચર      પડકારજનક રહેશે.              


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો