Akshaya Tritiya Mantra: અક્ષય તૃતીયાના દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કેટલાક મંત્રોનો જાપ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે.


અક્ષય તૃતીયાનો તહેવાર વૈશાખ શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 22 એપ્રિલે છે. પૌરાણિક ગ્રંથો અનુસાર આ દિવસે જે પણ શુભ કાર્ય કરવામાં આવે છે તેનું અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. આ જ કારણ છે કે આ દિવસને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. આ દિવસ એટલો શુભ છે કે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરની સામે તેના મહિમા વિશે વાત કરી હતી.


અક્ષય તૃતીયાનો દિવસ દેવી લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે લોકો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કેટલાક મંત્રોનો જાપ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરની આર્થિક સ્થિતિ સારી રહે છે. જાણો મા લક્ષ્મીના આ મંત્રો વિશે


અક્ષય તૃતિયાના અવસરે કરો આ મંત્રોના જાપ



  1. ઓમ લક્ષ્મીભયો નમ:

  2. ઓમ શ્રી હ્રીં શ્રી કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ ઓમ શ્રી હ્રીં શ્રી મહાલક્ષ્માય નમઃ ॥

  3. ઓમ મહાલક્ષ્મ્યૈ ચ વિદ્મહે વિષ્ણુ પત્ર્યા ચિમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત્

  4. સર્વભાધા વિનિર્મુક્તો, ધન ધન્ય: સુતાન્વિત:. મનુષ્યો મત્પ્રસાદેન ભવિષ્યતિ સંશય ॥

  5. દાનેન ભૂતાનિ વશિભવન્તિ દાનેન વૈરાણ્યપિ યાન્તિ નાશમ્ । પરોઅપિ, બંધુત્વમુપૈતિ દાનૈદાર્ન હિ સર્વવ્યસનાનિ હન્તિ ઉપભોગ.

  6. ગૌરવ પ્રાપ્યતે દાનત ન તુ વિતસ્ય સંચાયાત્. સ્થિતિ: ઉચ્ચૈ: પયોદાનાં પયોધિનામ અધા: સ્થિતિ:


    7.ઓમ અધ્યાય લક્ષ્માય નમઃ:



  1. ઓમ વિદ્યા લક્ષ્માય નમઃ

  2. ઓમ સૌભાગ્ય લક્ષ્મ્યાય નમઃ:

  3. ઓમ અમૃત લક્ષ્માય નમઃ:


Akshaya Tritiya 2023: આ વર્ષે અખાત્રીજ પર લગ્ન માટે નથી શુભ મુહૂર્ત, જાણો બીજા ક્યાં કરી શકાશે કાર્યો


Akshaya Tritiya 2023:અક્ષય તૃતિયાના દિવસે પંખો, ચોખા, મીઠું, ઘી, ખાંડ, શાકભાજી, ફળ, આમલી અને કપડા વગેરેનું દાન કરવું શુભ માનવામાં આવે છે. કોઈપણ નવું કામ, ખરીદી, લગ્ન, કરવા માટે આ તિથિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસને સ્વયં શુભ સમય માનવામાં આવે છે. અખાત્રીજનું મૂહુર્ત એટલે જ વણજોયું મૂહૂર્ત કહેવામાં આવે છે. અક્ષય તૃતિયા પર ભૂમિ પૂજન, ગૃહ પ્રવેશ વગેરે માટે શુભ મનાય છે જો કે આ વખતે અક્ષય તૃતિયા  પર બની રહેલા યોગના કારણે આ વખતે અખા ત્રીજ પણ  લગ્નનું મૂહૂર્ત નથી


દર વર્ષે વૈશાખ શુક્લ પક્ષની ત્રીજના દિવસને  અક્ષય તૃતિયાનો  તરીકે મનાવાય છે. આ વખતે અક્ષય તૃતીયા 22 એપ્રિલે છે. અક્ષય તૃતીયાને અનંત-અક્ષય-અક્ષુન ફળદાયી કહેવાય છે. જેનો ક્યારેય ક્ષય થતો નથી તેને અક્ષય કહેવાય છે. આ દિવસને સ્વયં જ  સમય માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર મહર્ષિ વેદવ્યાસે મહાભારત લખવાનું શરૂ કર્યું હતું. શ્રી હરિ વિષ્ણુના અવતાર ભગવાન પરશુરામનો જન્મ અક્ષય તૃતીયાના રોજ થયો હતો.


અક્ષય તૃતિયા પર લગ્ન માટે આ કારણે નથી શુભ મુહૂર્ત


વર્ષો પછી એવો સંયોગ બન્યો છે કે, આ વખતે અક્ષય તૃતીયા પર લગ્ન માટે કોઈ મુહૂર્ત નથી. જ્યોતિષાચાર્યના મતે 27મી એપ્રિલ સુધી ગુરુ અસ્ત છે. તો શાસ્ત્ર પ્રમાણે ગુરુ અસ્ત થવાને કારણે  લગ્ન આ સમયે નથી થતાં. આ કારણે આ વર્ષે અક્ષય તૃતીયા પર લગ્ન માટે કોઈ મુહૂર્ત નથી. લગ્ન માટેનો શુભ સમય 27 એપ્રિલ પછી છે. દર વર્ષે અક્ષય તૃતીયા પર મોટી સંખ્યામાં લોકો લગ્ન કરે છ


અક્ષય તૃતિયાનો પૂજા માટેનો  શુભ સમય


આ વર્ષે અક્ષય તૃતીયા 22 એપ્રિલ, 2023ના રોજ સવારે 7.49 વાગ્યાથી 23 એપ્રિલ, 2023ના રોજ સવારે 7.47 વાગ્યા સુધી છે. પૂજા માટેનો શુભ સમય 22 એપ્રિલે સવારે 7.49 થી 12.20 સુધીનો છે.


આ વસ્તુઓનું દાન કરો અને નવો વેપાર કરો શરૂ


અક્ષય તૃતીયાના દિવસે  ચોખા, મીઠું, ઘી, ખાંડ, શાકભાજી, ફળ, આમલી અને કપડા વગેરેનું દાન કરવું શુભ માનવામાં આવે છે. કોઈપણ નવું કામ, ખરીદી, લગ્નની શરૂઆત કરવા માટે આ તિથિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસને સ્વયં સ્પષ્ટ શુભ સમય માનવામાં આવે છે. તમામ શુભ કાર્યો ઉપરાંત મુખ્યત્વે લગ્ન, સોનું, નવો સામાન ખરીદવો,, વાહન ખરીદી, ભૂમિ પૂજન અને નવો ધંધો શરૂ કરી શકાય છે.