Raveena Tandon: અનિલ થડાની અને તેની પ્રથમ પત્ની નતાશા સિપ્પી તેમના જીવનમાં ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે જ અનિલ થડાની રવિના ટંડનને મળ્યા હતા. અનિલ થડાનીજે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હતોતેણે રવિના ટંડનને તેના લગ્ન જીવન વિશે જણાવ્યું અને રવિના ટંડને અનિલ થડાનીને તે મુશ્કેલ તબક્કાને પાર કરવામાં મદદ કરી. અને છેવટે અનિલ થડાની અને નતાશા સિપ્પીએ તેમના તણાવપૂર્ણ લગ્ન જીવનમાંથી અલગ થઈ ગયા. થોડા વર્ષો પછી રવિના અને અનિલ ધીમે ધીમે એકબીજાના પ્રેમમાં પડવા લાગ્યા. રવીના ટંડન માટે તે એક સપનું હતું જ્યારે અનિલે તેને તેના જન્મદિવસ પર પ્રપોઝ કર્યું હતું. રવિનાએ અનિલ થડાનીને તરત જ હા પાડી દીધી હતી. બંનેએ 22 ફેબ્રુઆરી 2004ના રોજ પરંપરાગત પંજાબી ખત્રી અને સિંધી શૈલીમાં લગ્ન કર્યા હતા.


રવિનાને તેના પતિ વિરુદ્ધ સાંભળવું પસંદ નથી


22 ફેબ્રુઆરી2023ના રોજ રવિના ટંડન અને અનિલ થડાનીએ વૈવાહિક આનંદના 19 વર્ષ પૂરા કર્યા. જ્યારે રવીના અને અનિલ જીવનભરની યાદો માણી રહ્યા હતા ત્યારે એક સમય એવો આવ્યો જ્યારે નતાશા સિપ્પીની હાજરીએ રવીનાને ગુસ્સો આપવી દીધો. રિતેશ સિધવાનીના ઘરે ન્યૂ યર પાર્ટીમાં નતાશા સિપ્પીઅનિલ થડાની અને રવિના ટંડન હાજર રહ્યા હતા. દિલવાલે એક્ટ્રેસ એટલી ગુસ્સામાં આવી ગઈ કે તેણે નતાશા સિપ્પી પર જ્યુસ ભરેલો ગ્લાસ ફેંકી દીધો. આ ઘટનાના વર્ષો પછી રવિના ટંડને કહ્યું, "જે થયું તે અંગે મને અફસોસ નથી. મારા પતિ અનિલ ખૂબ જ સારા વ્યક્તિ છે. હું કોઈને પણ તેમના પર આક્ષેપો કરવાની મંજૂરી આપીશ નહીં. તેમનું અપમાન મારું અપમાન છે.કોઈપણ મારા પરિવારને બદનામ ના કરી શકે.


નતાશા સિપ્પીએ દુઃખની વાત કહી હતી


જો કે નતાશા સિપ્પીએ ત્યારબાદ રવિનાને અસુરક્ષિત ગણાવી હતી. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે, “હું મિત્રોના ગ્રુપ સાથે નવા વર્ષની પાર્ટી માટે રિતેશ સિધવાનીના ઘરે ગઈ હતી. મેં અનિલ અને રવિનાની પણ પરવા નહોતી કરી અને મારું કામ કરી રહી હતી. હું રિતેશના પિતરાઈ ભાઈ સાથે હતી અને તે જગ્યાએ સોફાના માત્ર બે સેટ હતાઅમે એક પર બેસવાનું નક્કી કર્યું. રવિના એટલી અનસિક્યોર હતી કે હું ફક્ત તેના પતિથી પાંચ ફૂટ દૂર હતી અને તેણે પોતે પોતાનું મગજ ગુમાવી દીધું હતું. એમાં હું શું કરું.


ઈન્ટરવ્યુમાં નતાશા સિપ્પીએ કહ્યું કે જ્યારે અનિલ મારાથી નજીક ઊભો હતો ત્યારે રવિના અચાનક મારી સામે બૂમો પાડવા લાગી અને જ્યૂસ ભરેલો ગ્લાસ મારી તરફ ફેક્યો જે મારા હાથમાં વાગ્યો અને હું બહાર નીકળી ગઈ જો કે પછી મે જોયું તો મારી આંગળીમાંથી લોહી નીકળી રહ્યું હતું ત્યારે મને સમજાયું કે ગ્લાસનો કાચ મારી આંગળી પર વાગ્યો હતો